હનુમાન જયંતિના દિવસે કરો ચપટી સિંદૂરનો ઉપાય : ભાગ્ય ચમકી જશે!!

મિત્રો આજે હનુમાન જયંતીના દીવસે આપણે એક ચપટી સિંદૂરના કેટલાક ઉપાયો વિશે જણાવીશું જેનાથી આપણું ભાગ્ય ચમકી શકે છે.

ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તિથિ એટલે હનુમાન જયંતી. આ દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો અને આ દિવસે હનુમાન મંદિરે હનુમાન જયંતી ધામધૂમપૂર્વક ઊજવવામાં આવે છે.

હનુમાનજીને જાગતા દેવતા કહેવામાં આવે છે. આ ઉપરાંત હનુમાનજીનું સાત ચિરંજીવીઓમાં સ્થાન છે એટલે કે હનુમાનજી અમર છે અને હાલમાં જ પૃથ્વી ઉપર વાસ કરે છે.

હનુમાનજીને તેમના માતા-પિતા એટલે કે અંજનીપુત્ર, કેસરીનંદન તરીકે પણ ઓળખાય છે. હનુમાનજીને ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામચંદ્ર ના પરમ ભક્ત માનવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન શિવના રુદ્રા અવતાર તરીકે પણ તેમની ગણના થાય છે.

હનુમાન જયંતીના દિવસે વિધિ-વિધાન પૂર્વકપૂજા કરવામાં આવે છે.

હનુમાનજી મહારાજની વિશેષ કૃપા મેળવવા માટે લોકો આ દિવસે ઉપવાસ કરતા હોય છે. આ દિવસે એક ચપટી સિંદૂરથી કેટલાક ઉપાયો કરવામાં આવે તો તમને સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

હનુમાન જયંતીના દિવસે શુદ્ધ ઘીમાં એક ચપટી સિંદૂર મિક્સ કરીને હનુમાનજીને ચડાવો જેનાથી હનુમાનજી મહારાજ પ્રસન્ન રહેશે અને પોતાના ભક્તોને ભય અને જીવનમાં આવતા અવરોધોથી રક્ષણ આપે છે.

હનુમાન જયંતીના દિવસે એક ચપટી સિંદૂરમાં ઘી મિક્સ કરીને સફેદ કાગળ ઉપર સ્વસ્તિક ચિન્હ બનાવો પછી તેને હનુમાનજીના હૃદયથી સ્પર્શ કરીને ઘરે લાવો અને તિજોરીમાં રાખી દો. આવું કરવાથી લક્ષ્મીનો વ્યય એટલે કે ખોટો ખર્ચો ઘટશે અને સંપત્તિમાં વધારો થશે.

જો કોઈ છોકરીને લાંબા સમયથી લગ્ન કરવામાં કોઇ ને કોઇ પ્રકારની અડચણો આવતી હોય તો તેઓએ હનુમાનજીના ચરણોમા સિંદૂરની એક ચપટી લગાવવાની છે અને હનુમાનજીને લગ્ન માટે પ્રાર્થના કરવાની છે. આ પછી તમારી માંગમાં સિંદૂરની રસી લગાવો ટૂંક સમયમાં લગ્નની સંભાવના બનશે.

ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકાવવા માટે હનુમાન જયંતીના દિવસે સરસવના તેલમાં સિંદૂર મિક્સ કરીને પહેલા હનુમાનજીને ચડાવો ત્યારબાદ ઘરના મુખ્ય દ્વારથી શરૂ કરીને રૂમના દરવાજા પર સ્વસ્તિક ચિન્હ બનાવો આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે.

જો તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ અને પરેશાનીઓ આવતી રહેતી હોય અને તેનાથી બચવું હોય તો 5 મંગળવાર અને 5 શનિવારે હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર ચઢાવવું.

પ્રસાદમાં ગોળ ચણા અર્પિત કરીને જરૂરિયાત મંદ ગરીબોમાં વહેંચવાથી આ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

જે લોકોને નોકરીમાં તકલીફ હોય અથવા નવી નોકરીની ઈચ્છા ધરાવતા હોય તો તેવા લોકોએ હનુમાનજીના ચરણોમાં હનુમાન જયંતીના દિવસે સિંદુર લગાવવું અને સફેદ કાગળ ઉપર સ્વસ્તિક બનાવવો ત્યારબાદ આ કાગળ હંમેશા તમારી સાથે રાખો. આમ કરવાથી જીવનમાં રહેલી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.

જો તમારા ઉપર કોઈ દેવું હોય અને તેમાંથી મુક્તિ મેળવવી હોય તો હનુમાન જયંતીના દિવસે ચમેલીના તેલમાં સિંદૂર લગાવો પછી તમારી જેટલી ઉંમર હોય એટલા પીપળાના પાન લો.

પછી પાન ઉપર મિક્સ સિંદૂર અને તેલ વડે શ્રી રામ લખી હનુમાનજીના ચરણોમાં મૂકી દો અથવા તેની માળા બનાવી હનુમાનજીને પહેરાવો. આવું કરવાથી દેવામાંથી જલ્દી મુક્તિ મળશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.