હનુમાન વાનર ન હતા, જામવંત રીછ ન હતા, જટાયુ ગરુડ ન હતા…ત્રણેય મનુષ્ય પણ ન હતા !! જાણો કેમ?

રીછ માનવ જામવંત:

હિન્દુ ધર્મના રામાયણ ગ્રંથમાં જાંબુવંતને રીછ માનવી તરીકે દર્શાવવામાં આવ્યા છે. જાંબુવંતને અમરત્વનું વરદાન પ્રાપ્ત થયેલું છે.

આ ઉપરાંત જામવંતને અગ્નિના પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જામવંતની માતા ગંધર્વ છોકરી હતી જ્યારે પિતા ભગવાન હતા.

વૈજ્ઞાનિકોના મતે રીછ માંસાહારી અને સસ્તન પ્રાણી છે જેમાં આરસી પ્રકૃતિના કડક વાળ હોય છે.

અમેરિકા અને રશિયામાં પણ આજે માનવ રીછની વાર્તાઓ પ્રચલિત છે. સંસ્કૃત ભાષામાં રીછને રક્ષા કહેવામાં આવે છે તેથી અગ્નિના પુત્ર જામવંતને રક્ષાપતિ કહે છે.

વૈજ્ઞાનિકો માને છે કે ભૂતકાળમાં આ પ્રકારની પ્રજાતિઓ હોવી જોઈએ. એક માન્યતા અનુસાર ભગવાન બ્રહ્માજીએ એક રીછ મનુષ્યની રચના કરી હતી જે બે પગ પર ચાલી શકે અને મનુષ્ય સાથે વાત પણ કરી શકે. આ સંદર્ભે વૈજ્ઞાનિકો હજુ સંશોધન કરી રહ્યા છે.

વાનર માનવ હનુમાન:

હનુમાનજી વાનર પ્રજાતિના હોય તેવું માનવામાં આવે છે. રામાયણ ગ્રંથમાં હનુમાનજીનું પાત્ર ખૂબ જ મહત્વનું છે.

આજથી લાખો વર્ષ પહેલા ભારતમાં આવી અનોખી વાંદરાની પ્રજાતિ અસ્તિત્વમાં હતી જે 12 થી 15 હજાર વર્ષ પહેલા અદ્રશ્ય થઇ ગઇ હોવાનું માનવામાં આવે છે.

રામાયણ ગ્રંથોમાં હનુમાનજીના નામની સાથે કપિ, વાનર, શાખામૃગ વગેરે વિશેષણનો ઉપયોગ થાય છે જેના ઉપરથી અનુમાન લગાવી શકાય કે હનુમાનજી વાનર પ્રજાતિના હતા.

હનુમાનજીને પણ અમરત્વનું વરદાન પ્રાપ્ત થયેલું છે જેને રામના પરમ ભક્ત તરીકે ઓળખવામાં આવે છે.

લાખો વર્ષ પહેલા પૂંછડીવાળા માનવીઓ અસ્તિત્વમાં હતા જેની બુદ્ધિ અને શક્તિ મનુષ્ય કરતાં પણ વધારે હતી પરંતુ દુર્ભાગ્યે આ જાતિ હવે નાશ પામી છે પરંતુ બાલી ટાપુ પર હજુ પણ પૂંછડીવાળા જંગલી માનવીનું અસ્તિત્વ છે જેની પૂંછડી હવે લગભગ 6 ઈંચ સુધી જ લાંબી રહી છે.

ગરુડ માનવ જટાયુ:

રામાયણકાળમાં ગરુડ તરીકે જટાયુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જટાયુ કે જેણે રાવણ સાથે યુદ્ધ કર્યું હતુ.

આ પ્રજાતિને બુદ્ધિશાળી માનવામાં આવે છે અને તેનું કામ સંદેશો પહોંચાડવાનું હતું. ગરુડને ભગવાન વિષ્ણુનું વાહન પણ માનવામાં આવે છે. રામાયણ કાળમાં સંપાતિ અને જટાયુ નામના બે ગરુડ હતા.

આ બંને ગરુડ દંડકારણ્ય પ્રદેશમાં રહેતા હતા. છત્તીસગઢના દંડકારણ્યમાં ગીધ રાજા જટાયુનું મંદિર પણ છે.

સ્થાનિક માન્યતા પ્રમાણે દંડકારણ્યના આકાશમાં જ્યારે રાવણ માતા સીતાનું હરણ કરીને જતો હતો ત્યારે રાવણ અને જટાયુ વચ્ચે યુદ્ધ થયું હતું અને જટાયુનો કેટલોક ભાગ દંડકારણ્યમાં પડ્યો હતો તેથી અહીં મંદિર છે.

જટાયુને લઈને ઘણી બધી લોકવાયકાઓ પણ પ્રચલિત છે. જટાયુનો જન્મ ક્યાં થયો તે હજુ જાણી શકાયું નથી પરંતુ તેનું અવસાન દંડકારણ્યમાં થયું હતું.

મિત્રો આવી રીતે હનુમાન, જાંબવત, જટાયુ વગેરેનો ઉલ્લેખ રામાયણમાં થયેલો છે અને આ ત્રણે પાત્રોનું રામાયણમાં વિશેષ યોગદાન છે ખાસ કરીને ભગવાન શ્રીરામની સેવામાં પોતાનું જીવન વ્યતિત કર્યું છે.

આ પ્રકારના પશુ અને પ્રાણીઓનું શરીર ધારણ કરીને ભગવાન શ્રીરામને ખૂબ જ મદદ કરી હતી. આ પાત્રો માણસની જેમ સમજી, વિચારી અને બોલી શકતા હતા.

લાખો વર્ષ પહેલા આ પ્રકારના પાત્રો અસ્તિત્વમાં હતા જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે પરંતુ વૈજ્ઞાનિકો આ વાતની પુષ્ટિ કરી શકતા નથી.

કહેવાય છે કે શ્રદ્ધા અને વિશ્વાસ હોય ત્યાં પુરાવાની શી જરૂર? ભારતના અને હિન્દુ ધર્મના મોટા ગ્રંથમાં રામાયણનો ઉલ્લેખ થાય છે અને રામાયણમાં કહેવામાં આવેલી વાતોને આપણે સ્વીકારીએ છીએ તેથી આ બધા પાત્રો પણ ભૂતકાળમાં હકીકતમાં હતા અને અમરત્વનું વરદાન પ્રાપ્ત કરેલા જીવો આજે પણ કોઈકને કોઈ રૂપમાં આ દુનિયામાં હાજર છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.