જાણો શા માટે પાકિસ્તાનીઓ સંસદ અને કોર્ટમાં સ્પીકર અને જજના ટેબલ ઉપર હનુમાનજીની ગદા રાખે છે

મિત્રો હિન્દુ ધર્મમાં બજરંગબલી હનુમાનજીની ખૂબ જ પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે હનુમાનજી અમર છે અને હાલમાં પણ તે પૃથ્વી ઉપર વાસ કરે છે.

કળિયુગના સાક્ષાત્ દેવતા તરીકે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. હનુમાનજી ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા અને હાલમાં દરેક ગામમાં હનુમાનજીના મંદિર જોવા મળે છે.

આપણે જાણીએ છીએ કે હનુમાનજીનું શસ્ત્ર ગદા છે તે ગદા વડે જ અસુર લોકોનો નાશ કરે છે.

મોટાભાગના લોકો ગદાને પોતાના ઘરમાં રાખે છે તો ઘણા લોકો ગળામાં નાની ગદા પહેરે છે. કહેવાય છે કે તેને ધારણ કરવાથી ક્રોધ, લોભ, અહંકાર અને વાસનાઓ પર કાબુ રહે છે.

પ્રાચીન ભારતમાં ગદાને માત્ર હથિયાર તરીકે જ નહીં પરંતુ સાર્વભૌમત્વ શાસન કરવાનો અધિકાર અને શાસન કરવાની શક્તિના પ્રતીક તરીકે પણ માનવામાં આવતું હતું.

હાલમાં સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઈ છે જેમાં હનુમાનજીની ગદા કોર્ટમાં જજ ના ટેબલ ઉપર રાખવામાં આવી છે અને તસ્વીર સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કોર્ટ “હુકુમત એ પાકિસ્તાન”ની છે અને પાકિસ્તાનની મોટાભાગની કોર્ટમાં જજ ના ટેબલ પર ગદા રાખવામાં આવે છે.

આ ઉપરાંત પાકિસ્તાનમાં સંસદમાં પણ હનુમાનજીની ગદા સ્પીકરના ટેબલ ઉપર રાખવામાં આવે છે. ભારતના લોકો એ જાણીને ગર્વ અનુભવે છે કે હનુમાનજીની ગદાને પાકિસ્તાનમાં પણ માન્યતા મળે છે.

હવે સવાલ એ ઉત્પન્ન થાય છે કે પાકિસ્તાનની સંસદ અને કોર્ટમાં હનુમાનજીની ગદા કેમ રાખવામાં આવે છે? આ બધા રાખવાનો શું મતલબ છે તેની પાછળનું શું કારણ છે?

મિત્રો પાકિસ્તાનની સંસદને અદાલતમાં સ્પીકર અને જજના ટેબલ ઉપર બધા રાખવામાં આવે છે આ વાત સંપૂર્ણપણે સાચી છે પરંતુ દરેક તસવીર પાછળ એક કારણ હોય છે અને આ તસવીર પાછળ પણ એક સત્ય છુપાયેલું છે.

માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ દુનિયાના લગભગ મોટાભાગના લોકતાંત્રિક દેશોમાં વિધાનસભાની અંદર આવી જ ગદા જોવા મળે છે. દરેક દેશ પ્રમાણે તેનો રંગ, રૂપ અને ટેક્ચર અલગ અલગ હોય છે.

ખાસ કરીને બ્રિટનના આધીન રહેલા કોમનવેલ્થ દેશોના હાઉસમાં અધ્યક્ષના ટેબલ ઉપર ગદા જોવા મળે છે.

મિત્રો મોટાભાગના દેશોની સંસદ અને ન્યાયાધીશના ટેબલ ઉપર ગદા રાખવા પાછળનો મુખ્ય હેતુ એવો છે કે તેમાં કોઈના ક્રોધ, લોભ, અહંકાર, વાસના અને કોઈના પ્રત્યેની આસક્તિને નિયંત્રિત કરવાની અને તેના પર શાસન કરવાની શક્તિ છે.

સત્ય એ છે કે આ હનુમાનજીની ગદા નથી પરંતુ સ્પીકરની ગદા છે. આ બ્રિટિશ પરંપરા છે ભારતમાં પણ તે સ્પીકરના ટેબલ ઉપર જોવા મળે છે.

આઝાદી પહેલા આ પ્રકારની ગદા ભારતની સંસદમાં આવતી હતી પરંતુ આઝાદી પછી તેને હટાવી દેવામાં આવી હતી અને આજે પણ દેશની કેટલીક વિધાનસભાઓમાં સ્પીકરના ટેબલ ઉપર ગદા જોવા મળે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.