શું તમે જાણો છો હનુમાનજીની ઉડવાની ઝડપ કેટલી હતી? જાણી લેશો તો તમને હનુમાનજીની શક્તિનો ખ્યાલ આવી જશે

હનુમાનજી આ કળિયુગમાં સૌથી વધારે જાગૃત અને સાક્ષાત દેવતા છે તેને કળિયુગના ભગવાન પણ માનવામાં આવે છે. કળિયુગમાં હનુમાનજીની ભક્તિથી જ લોકો દુઃખ અને સંકટમાંથી બચી શકે છે.

હનુમાનજી ચાર કારણોથી બધા દેવી-દેવતાઓમાં શ્રેષ્ઠ છે. પહેલું કે તેઓ રીયલ સુપરમેન છે, બીજું કે તેઓ પાવરફુલ હોવા છતાં પણ ઈશ્વર પ્રત્યે સમર્પિત છે, ત્રીજુ કે તેઓ પોતાના ભક્તોની સહાયતા તરત કરે છે અને ચોથું કે આજે પણ તેઓ સશરીર પૃથ્વી ઉપર હાજર છે.

મિત્રો રામાયણમાં જ્યારે મેઘનાથના બાણથી લક્ષ્મણજી બેભાન થઈ ગયા હતા ત્યારે સુસેન વૈદ્યના કહેવાથી હનુમાનજી હિમાલય પર તેમના માટે જડીબુટ્ટી લેવા માટે ગયા હતા.

આ પ્રસંગ તો બધાને ખબર છે પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે લંકાથી હિમાલયનું અંતર કેટલું છે અને કેટલા સમયની અંદર હનુમાનજી જડીબુટ્ટી લઈને પરત આવી ગયા હતા તેના પરથી જ હનુમાનજીની ઉડવાની ગતિને આપણે જાણી શકીએ છીએ.

હનુમાનજીની ઉડવાની ઝડપ કેટલી હતી?

ચાલો મિત્રો હવે આપણે અંદાજો લગાવી એ કે હનુમાનજીની ઉડવાની ગતિ કેટલી હશે તો શાસ્ત્રો પ્રમાણે લક્ષ્મણ અને મેઘનાથ વચ્ચે 9:00 થી લઈને 12:00 વાગ્યા સુધી યુદ્ધ થયું હતું.

મેઘનાથના તીરથી લક્ષ્મણજીને મોરચા આવી ગઈ હતી અને અંદાજે 12 વાગ્યાની આસપાસ તેઓ બેભાન થઈ ગયા હતા.

જ્યારે ભગવાન શ્રીરામને લક્ષ્મણજીના બેભાન થવાની ખબર પડી તો તેઓ ખૂબ જ દુઃખી થયા અને બાદમાં વિભીષણના કહેવાથી હનુમાનજી સુષેણ વૈદ્યને લંકાથી લઈ આવ્યા હતા જેમાં એક કલાકનો સમય પસાર થયો એટલે કે અંદાજે એક વાગ્યાનો સમય થઈ ગયો હતો.

સુસેન વૈદ્ય દ્વારા લક્ષ્મણજીની તપાસ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે હિમાલયની પાસે દ્રોણાગીરી પર્વત ઉપર જ આ ચાર ઔષધિઓ મળશે જેને સૂર્યોદય પહેલા એટલે કે પાંચ વાગ્યા પહેલા લઈને આવવાનું રહેશે ત્યારબાદ રાત્રે હનુમાનજી દોઢ વાગ્યાની આસપાસ હિમાલય તરફ રવાના થયા હશે.

હનુમાનજીને 2500 કિલોમીટર દૂર હિમાલયના દ્રોણગિરિ પર્વત ઉપરથી ઔષધી લાવવાનું હતું જેના માટે તેમને માત્ર સાડા ત્રણ કલાકનો સમય મળ્યો હતો.

આપણે જાણીએ છીએ કે જ્યારે હનુમાનજી હિમાલય તરફ જતા હતા ત્યારે રસ્તામાં કાલનેમી નામના રાક્ષસ કે જેણે હનુમાનજીને પ્રભાવિત કર્યા હતા જેમાં અડધી કલાકનો સમય બરબાદ થયો હતો.

ત્યારબાદ અડધી કલાક જેટલો સમય ઔષધી શોધવામાં લાગ્યો હશે અને જ્યારે તેઓ પરત ફરતા હતા ઔષધિ લઈને ત્યારે રસ્તામાં ભરતજી દ્વારા તેમને નીચે પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ પરત મોકલવામાં આવ્યા હતા એટલે કે તેમાં પણ અંદાજે અડધા કલાકનો સમય નષ્ટ થયો હતો.

આવી રીતે ટોટલ દોઢ કલાકનો સમય નષ્ટ થયો અને તેમની પાસે બચ્યા માત્ર બે કલાક જ. આ બે કલાકમાં તેઓ લંકાથી હિમાલય અને હિમાલયથી લંકા પહોંચ્યા હતા.

માત્ર બે કલાકમાં જ હનુમાનજી લંકાથી દ્રોણગિરિ પર્વત અને ત્યાંથી ફરીથી લંકા એમ કુલ પાંચ હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું એટલે કે તેમની ઉડવાની ઝડપ કલાકની 2500 કિલોમીટરની રહી હશે.

મિત્રો અત્યારના ટેક્નોલોજીના જમાનામાં આધુનિક વિમાનની ઝડપ 2400 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે તો હનુમાનજી મહારાજ તેનાથી પણ વધુ તીવ્ર ઝડપથી જઈને માર્ગની અંદર ત્રણ ત્રણ અવરોધોને દૂર કરીને પરત સૂર્યોદય પહેલા આવી ગયા હતા.

આ બધું તેમની વિલક્ષણ શક્તિઓને કારણે સંભવ થયું હતું. આ ઘટના ઉપરથી જ તમે હનુમાનજીની શક્તિઓનો પણ અંદાજો લગાવી શકો છો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.