ધરતી ઉપર આજે પણ જીવંત છે હનુમાનજી : આ જગ્યાએ છે હનુમાનજીના જીવિત હોવાના પુરાવાઓ

મિત્રો હિન્દુ ધર્મના ઘણા બધા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે હનુમાનજી આ દુનિયામાં હજુ પણ સશરીર હાજર છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે હનુમાનજી એક એવા દેવતા છે જેને અમરત્વનું વરદાન મળેલું છે એટલા માટે જ હનુમાનજીને કળિયુગના ભગવાન પણ કહેવામાં આવે છે.

ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે જેમાં કહેવામાં આવ્યું છે કે હનુમાનજી જીવિત છે અને સમય સમય પર એવા સમાચાર પણ આવતા રહે છે.

રામાયણનું સૌથી મુખ્ય પાત્ર અને ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીને આખી દુનિયા જાણે છે. ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી વિશે એવું કહેવામાં આવે છે કે આ સૃષ્ટિમાં આવા ભક્ત ફરીથી ક્યારેય નહીં થઈ શકે.

મિત્ર સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે હનુમાનજી ધરતી પર હોવાની સાબિતી આપે છે અને આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં હનુમાનજી હાલના સમયમાં ધરતી પર હોવાની સાબિતી આપે છે.

અત્યાર સુધીમાં જેટલા પણ ગ્રંથો અને પુરાણોમાં લખવામાં આવેલા છે તેમાં કોઈપણ જગ્યાએ હનુમાનજીના શરીર ત્યાગ કરવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને બધી જગ્યાએ એવું જ સાંભળવા અને જોવા મળે છે કે આ કળિયુગમાં મનુષ્યની રક્ષા માટે હનુમાનજી આ ધરતી ઉપર જીવિત છે જેમને અમરત્વનું વરદાન પ્રાપ્ત થયેલ છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયોમાં હનુમાનજી હજુ પણ હિમાલયના અમુક ખાસ સ્થાનમાં બિરાજમાન છે. લોકોએ દાવો કર્યો છે કે હિમાલય પર ભગવાન હનુમાનજીની હાજરી હોવાના ઘણા નિશાન અને પુરાવા મળ્યા છે.

આ વીડિયોમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે શ્રીલંકાના જંગલમાં એક આદિવાસી વિસ્તારની પાસે હનુમાનજી સાથે જોડાયેલ એક પુસ્તક છે જેમાં હનુમાનજીના જીવિત હોવાનું રહસ્ય છુપાયેલું છે

મિત્રો આ આદિવાસી વસ્તી દુનિયાની ઝાકઝમાળથી દૂર રહે છે અને માનવામાં આવે છે કે દર 41 વર્ષે આદિવાસી લોકો હનુમાનજીની પૂજા કરે છે અને હનુમાનજી 41 વર્ષ પર તેમને આવીને દર્શન આપે છે.

વાયરલ થયેલા વિડિયો આપણે જોતા જાણવા મળે છે કે હનુમાનજીના જીવિત હોવાના ઘણા પુરાવાઓ આ વીડિયોમાં દેખાય છે. કદાચ એ જ કારણ છે કે આ વિડીયો હાલના સમયે સોશિયલ મીડિયા પર ખૂબ જ જોવા મળી રહ્યો છે.

મિત્રો સમય સમય પર આવા ઘણા બધા વિડીયો સામે આવતા રહેતા હોય છે. હનુમાન જીવીત હોવાનો દાવો કરવામાં આવે છે જેને કારણે આ વિડીયોની સત્યતાની પુષ્ટિ કરી શકાય નહીં, વળી આ હકીકત શું છે તે તો આવનારો સમય જ બતાવશે.

જો તમે હનુમાનજીને માનતા હોવ તો કોમેન્ટમાં “જય શ્રી રામ” લખીને આ માહિતીને શેર કરો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.