હનુમાન દાદાનો ચમત્કાર / મૃત્યુ પામેલ એક મહિલાને હનુમાનદાદાએ કરી જીવિત, ચોંકી ગયા બધા લોકો

મિત્રો આજે આપણે જાણીશું હનુમાનજીના એક ચમત્કાર વિશે જેમાં એક મૃતક મહિલાના શરીરમાં પાછો જીવ આવ્યો અને તે જીવિત થઈ!!

મિત્રો આ ઘટના વિશે વાત કરીએ તો સુંદરભાઈ અને રાજેશભાઈ બંને પાડોશી હતા જેમાં સુંદરભાઈ હનુમાનજીના મોટા ભક્ત હતા.

સુંદરભાઈ એક દિવસ નોકરી પરથી મોડી રાત્રે ઘરે આવતા હતા ત્યારે તેણે જોયું કે રાજેશભાઈ ના ઘરમાંથી ધુમાડો નીકળતો હતો જેથી સુંદરભાઈ દોડીને રાજેશ ભાઈ ના ઘરે જાય છે.

ત્યાં જઈને જુએ છે તો સુંદરભાઈના ઘરમાં તાંત્રિકવિદ્યા ચાલતી હોય છે ત્યારે સુંદર ભાઈએ પૂછ્યું કે આ બધું શું તમે કરાવો છો? આ ખોટું કામ છે.

રાજેશભાઈ કહ્યું કે અમારે ઘણા વર્ષોથી સંતાન પ્રાપ્ત નથી થતું એટલા માટે અમે તાંત્રિક વિધિ કરાવીએ છે. આ સાંભળતાની સાથે સુંદરભાઈને ગુસ્સો આવે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે.

થોડા દિવસ પછી સુંદરભાઈ રાત્રે જમ્યા બાદ તેમના ઘરની છત ઉપર ચાલતા હતા ત્યારે તેમને ફરી જોયું કે રાજેશભાઈના ઘરમાંથી ધુમાડો નીકળે છે.

આ જોઈને તે સમજી ગયા કે કોઈક તાંત્રિકવિદ્યા ચાલતી હશે પરંતુ આ વખતે તેમણે ક્યાંય પણ કહ્યા વગર પોતાના ઘરમાં નીચે ચાલ્યા ગયા અને તેમની પત્નીને રાજેશભાઈના પરિવારથી દૂર રહેવાની સલાહ આપી.

થોડા દિવસ બાદ હનુમાન જયંતી આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદરભાઈ હનુમાનજીના પાઠ કરાવે છે અને જમણવાર પણ રાખે છે.

સુંદરભાઈ જોયું કે જમણવારમાં રાજેશભાઈ અને તેમના પત્ની નથી આવ્યા જેથી તેઓ જમવાની થાળી પીરસીને તેમના ઘરે આપવા માટે જાય છે. ત્યાં તે જુએ છે કે રાજેશભાઈની પત્ની રાજેશભાઈના ખોળામાં મૃત હાલતમાં પડેલ હોય છે.

આ જોઇને સુંદરભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેમણે રાજેશભાઈને પૂછ્યું કે આ કેવી રીતે થયું?? તો તેણે કહ્યું કે તાંત્રિકે અમારી સાથે દગો કર્યો, તાંત્રિકે મારી પત્નીનો જીવ લઈને પોતાની શક્તિઓ વધારીને ચાલ્યો ગયો.

આ વાત સાંભળીને સુંદરભાઈ આખી વાત સમજી ગયા અને તેઓએ કહ્યું કે હવે તમારી પત્નીને માત્ર હનુમાનજી જ છે જે જીવિત કરી શકે છે એના માટે તમારે કામ કરવું પડશે ત્યારે રાજેશભાઈ કહ્યું કે તમે જે કહો તે હું કરવા તૈયાર છું.

સુંદરભાઈ રાજેશભાઈને કહ્યું કે આજે પવિત્ર હનુમાન જયંતી છે. આ શુભ દિવસે તમે હનુમાનજીના મંદિરે જાવ હનુમાનજીની પુરા મનથી પૂજા-અર્ચના કરો અને તમારા પત્નીના જીવન માટે પ્રાર્થના કરો અને શિવલિંગ પર પાણી અને બીલીપત્ર ચડાવો. હનુમાનજી પ્રસન્ન થશે તો તમારી પત્નીનો જીવ બચાવી લેશે.

આ સાંભળીને રાજેશભાઈ મંદિરે પૂજા કરવા માટે જાય છે અને સુંદરભાઈ અને તેમના પત્ની રાજેશભાઈના ઘરે જાય છે અને ડોક્ટરને બોલાવે છે.

ડોક્ટર આવીને તપાસ કરે છે અને જણાવે છે કે આ મહિલા મૃત છે પરંતુ તેઓ સુંદરભાઈ અને તેમની પત્ની ના કહેવા પર ખાલી તેમને મોં દ્વારા શ્વાસ આપે છે અને ભગવાનના ચમત્કારથી તેમના ધબકારા ચાલુ થઈ જાય છે.

આ જોઈને ડોક્ટર પણ કહેવા લાગ્યો કે આ તો ભગવાનનો ચમત્કાર છે નહીંતર આ મહિલા મૃત પામી હતી.

ત્યારબાદ સુંદરભાઈ રાજેશભાઈના પત્નીને ડોક્ટર સાથે હોસ્પિટલમાં ખસેડે છે અને ત્યાં ઈલાજ બાદ તેઓ જીવિત થાય છે અને થોડો સમય વીત્યા બાદ તેઓ પોતાનું જીવન પહેલાની જેમ જીવવાનું શરૂ કરે છે.

સુંદરભાઈ રાજેશભાઈને સમજાવે છે કે તેઓએ સંતાન પ્રાપ્તિ માટે થોડી ધીરજ બતાવી હોય તો આ દુર્ઘટના ના થાત પરંતુ આજે પણ આ વાતથી સાબિત થાય છે કે હનુમાનજી આજે પણ જીવંત છે અને ચમત્કાર બતાવે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.