શનિવારે અને મંગળવારે કરો આ 9 ચોપાઈનું પઠન ! મળશે 100% ફળ

શનિવારે અને મંગળવારે શ્રી રામ ભક્ત હનુમાનજીના 40 ગુણોનો પાઠ એટલે કે હનુમાન ચાલીસાની ચોપાઈનું 108 વખત જાપ કરવાથી વિદ્યા આવે છે, બુદ્ધિ વધે છે, સર્વ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

સર્વે સુખની પ્રાપ્તિ થાય છે, પ્રેત બાધા નિવારણ થાય છે, સર્વ રોગ નિવારણ થાય છે અને ભય, મુશ્કેલીનો સમય દૂર થાય છે, ધનસંપત્તિ પ્રાપ્ત થાય છે અને પ્રભુ શ્રીરામના દર્શન પ્રાપ્ત થાય છે.

“જ્યાં રામ હોય ત્યાં હનુમાન હોય અને જે હનુમાન હોય એમના હૃદયમાં શ્રી રામ હંમેશા હોય છે.”

હનુમાનજીની ચોપાઈના 108 જાપ કરતા પહેલા સ્વચ્છ કપડાં પહેરીને હનુમાનજીની છબી સામે ધૂપ દીવો પ્રગટાવીને મંત્ર જાપ કરવા.

બ્રહ્મચર્યનું પાલન કરવું, આ ઉપરાંત મંત્ર જાપ કરવા માટે તુલસીમાળા, લાલ ચંદનની માળા અથવા રુદ્રાક્ષની માળા લેવી.

હનુમાનજીના સાધકે માંસાહાર, શરાબ, અખાદ્ય પદાર્થોનો ત્યાગ કરવો અને મંત્ર જાપ કરતી વખતે મન એક ચિત્ રાખવું અને ખરાબ વિચારવું નહીં.

વિદ્યા પ્રાપ્તિ માટે :

વિદ્યાવાન ગુની અતિ ચાતુર રામ કાજ કરિબે કો આતુર

હે કપિ શ્રેષ્ઠ આપ વિદ્યાવાન અને ગુણવાન અને ચતુર છો, સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો.

બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરૌં પવન-કુમાર

હું મારી જાતને બુદ્ધિહીન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરૂ છું, હે પ્રભુ આપ મને બળ, બુદ્ધિ તથા વિદ્યા આપો.

સદબુદ્ધિની પ્રાપ્તિ માટે :

મહાબીર બિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી

હે મહાવીર બજરંગ બલી તમે વિશેષ પરાક્રમી છો, તમે દુર્બુદ્ધિનો નાશ કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો.

સર્વ કાર્યની સિદ્ધિ માટે :

ભીમ રૂપ ધરી અસુર સંહારે શ્રી રામચંદ્ર કે કાજ સહારે

મહા ભયંકર રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો અને શ્રી રામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો.

સર્વ સુખની પ્રાપ્તિ માટે :
સબ સુખ લહૈ તુમ્હારી સરના તુમ રક્ષક કાહુ કો ડરના

આપની શરણ જે કોઈ આવે છે એ બધા આનંદ અને સુખ પ્રાપ્ત કરે છે. તમે અમારા રક્ષક છો તેથી અમને કોઈ જ ડર નથી.

કષ્ટ સમય માટે :
દુર્ગમ કાજ જગત કે જેતે સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે

જગતમાં જેટલા પણ મુશ્કેલ કામ છે એ બધા તમારી કૃપાથી સરળ બની જાય છે પછી એમાં કોઈ પણ વિઘ્ન આવતું નથી.

પ્રેત બાધા નિવારણ માટે :

ભૂત પિશાચ નિકટ નહિ આવે મહાબીર જબ નામ સુનાવૈ

જે ભક્તજન તમારા નામનું રટણ કરે છે તે સાંભળી ભૂત, પિશાચ, પ્રેત તેની પાસે આવતા નથી.

સર્વ રોગ નિવારણ માટે :
નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત બીરા

હે હનુમાનજી તમારા નામ નિરંતર જપ કરવાથી બધા રોગ નષ્ટ થઇ જાય છે અને તેના તમામ કષ્ટ દૂર થઈ જાય છે.

ખરાબ ભય મુશ્કેલ સમય માટે :

સંકટ તેં હનુમાન છુડાવૈ મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ

હનુમાનજી જે ભક્ત મન, વાણી અને કર્મથી આપનું એકચિત્તે ધ્યાન કરે છે એને આપ બધી મુશ્કેલીથી દૂર કરી દો.

ધન-સંપત્તિ માટે :

અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસ બર દીન જાનકી માતા

હનુમાનજી આપને માતા જાનકીનું એવું વરદાન મળેલ છે જેનાથી આપ 8 સિદ્ધિ અને 9 નિધિ આપી શકો છો.

શ્રીરામના દર્શન માટે :
તુમ્હરે ભજન રામ કો પાવે જનમ-જનમ કે દુખ બિસરાવૈ

આપનું ભજન કરનાર ભક્તને શ્રીરામનું દર્શન થાય છે અને એના જન્મોજન્મના દુઃખો કાયમ માટે નષ્ટ થઈ જાય છે.

One thought on “શનિવારે અને મંગળવારે કરો આ 9 ચોપાઈનું પઠન ! મળશે 100% ફળ

  • 02/05/2022 at 2:23 પી એમ(PM)
    Permalink

    Jay Hanuman Dada 🙏

Comments are closed.