આખી દુનિયામાં હજારો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે વાળ, જાણો કેમ આટલી બધી કિંમત!!

આપણે જાણીએ છીએ કે આપણા શહેરમાં અને ગામમાં ઘણા લોકો વાળ માંગવા માટે આવે છે અને ખૂબ જ ઊંચી કિંમત આપીને વાળ લઈ જાય છે.

મિત્રો દુનિયાભરમાં માથાના વાળનો કરોડોનો બિઝનેસ ચાલે છે. સમગ્ર વિશ્વમાં એક કિલો વાળના હજારો રૂપિયા આપે છે.

ખાસ કરીને ભારતીય વાળની માંગ વિદેશમાં ખૂબ જ છે અને ભારતીય મહિલાઓના લાંબા વાળ દુનિયાભરમાં વખણાય છે.

આપણે જાણીએ છીએ કે ભારતનું પ્રસિદ્ધ મંદિર તિરુપતિ બાલાજીમાં જઈએ ત્યારે રોજના હજારો લોકો પોતાના માથાના વાળ દાનમાં આપે છે અને આ વાળ બાદમાં વેચી દેવામાં આવે છે.

હવે તો ભારતમાં ગામેગામ અને શહેરમાં પણ મહિલાઓ પોતાના વાળ એકઠા કરે છે અને જ્યારે કોઈ વાળ લેવા માટે આવે છે ત્યારે ઊંચી કિંમતમાં આપી દે છે.

મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાભરમાં વાળનો બિઝનેસ કરોડો અબજો રૂપિયાનો ચાલે છે.

ગામડે ગામડે અને શહેરોમાંથી જે વાળ મહિલાઓ આપે છે અને મંદિરોમાંથી જે વાળ લાવવામાં આવે છે ત્યારે સીધા જ ફેક્ટરીમાં મોકલી દેવામાં આવે છે જ્યાં સૌપ્રથમ ગૂંચવાયેલા વાળને અલગ પાડવામાં આવે છે અને પછી તેને ધોઈને સૂકવી દેવામાં આવે છે.

મિત્રો આ વાળને વિદેશમાં વેચવામાં આવે છે વિદેશમાં આવાનો ખૂબ જ મોટો બિઝનેસ ચાલે છે. ખાસ કરીને વિગ બનાવવામાં આવે છે આ વાળમાંથી અને આ વિગ શ્રીમંત લોકો મોટા ભાવે ખરીદે છે.

ભારતની મહિલાઓના વાળ વિદેશમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે જેથી ભારતીય મહિલાઓના વાળને ચીન, મલેશિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, થાઇલેન્ડ વગેરે જગ્યાએ મોકલવામાં આવે છે.

એક રિપોર્ટ અનુસાર વાળની કિંમત વાળના કદ અને ગુણવત્તા ઉપર આધાર રાખે છે. કેમિકલ વગરના વાળ હોય છે તેની કિંમત ખૂબ જ વધારે હોય છે.

વાળ સરેરાશ કિંમત 7 થી 8 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

મિત્રો જો લાંબા વાળ હોય તો તેની કિંમત 25 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી બોલાય છે કેમ કે લાંબા વાળની વિગ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.

મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં વાળનો કુલ 22500 કરોડનો બિઝનેસ છે દર વર્ષે તેમાં વધારો થતો જાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.