જો તમે પેટ્રોલ પમ્પ પર એટીએમ કાર્ડ દ્વારા પેટ્રોલ પુરાવો છો તો ખાસ જોઈ લો, તમારી સાથે પણ થઈ શકે છે આવું

મિત્રો જ્યારે આપણે પેટ્રોલ પંપ પર જઈએ છીએ ત્યારે પેટ્રોલ પુરાવવા માટે તમે રોકડા રૂપિયા આપો છો અથવા એટીએમ કાર્ડથી પેમેન્ટ કરતા હોવ છો.

જો તમે એટીએમ કાર્ડથી પેમેન્ટ કરો છો તો સાવધાન થઈ જજો કેમ કે હેકર્સ તમારા બેંક એકાઉન્ટને હેક કરી શકે છે.

યુપી પોલીસ દ્વારા એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જે પેટ્રોલ પંપ પર કાર્ડથી પેટ્રોલ નંખાવનાર લોકોના એટીએમ કાર્ડને હેક કરીને ક્લોન બનાવીને તેઓના ખાતામાંથી પૈસા ઉપાડતા હતા.

પોલીસ દ્વારા ત્રણ લોકોની રંગે હાથે ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ લોકો ફરાર થયા છે તેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ઝડપાયેલા આરોપીઓમાં એક પેટ્રોલ પંપ પર કામ કરતો કર્મચારી છે.

મળતી માહિતી પ્રમાણે પોલીસે આરોપી તરુણ, વિકાસ અને પંકજની ધરપકડ કરી હતી જેમાંથી તરુણ ગામમાં સ્થિત પેટ્રોલ પંપ પર કામ કરતો હતો.

જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે જ્યારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે લોકો આવે છે ત્યારે એટીએમ કાર્ડ સેલ્સમેનને આપે ત્યારે આરોપીએ તેમની પાસે રહેલા સ્કેનર મશીનથી એટીએમ કાર્ડ સ્કેન કરે છે અને સાથે સાથે એટીએમ દ્વારા ક્લોન પણ કરે છે એટલું જ નહીં જ્યારે ગ્રાહક એટીએમ પીન એન્ટર કરે ત્યારે તે વોચ રાખતો અને એટીએમ પીન કોડ નંબર પણ જાણી લેતો હતો.

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એટીએમ કાર્ડનો ક્લોનિંગ કર્યા બાદ આરોપીઓ મુંબઈ, મહારાષ્ટ્ર અને કલકત્તામાં રહેતા મિત્રોના માધ્યમથી ગ્રાહકોના ખાતામાં પૈસા ઉપાડતા હતા.

આ ઉપરાંત ગેંગના ત્રણ સભ્યો હજુ ફરાર છે, આ ઉપરાંત પોલીસને જાણવા મળ્યું છે કે નોઈડા અને ગ્રેટર નોઇડાના ઘણા બધા વિસ્તારના પેટ્રોલ પંપ પર સેલ્સમેન તરીકે આવા લોકો કામ કરે છે જે સામાન્ય લોકોના એટીએમ કાર્ડ લોન કરીને તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.

આ ઉપરાંત પોલીસે જણાવ્યું છે કે જે આરોપીઓ ફરાર છે તેને જલ્દીથી પકડી લેવામાં આવશે અને પોલીસે આરોપીઓ પાસેથી સ્કેનર મશીન, મોબાઈલ ફોન કબ્જે કર્યો છે.

આ ઉપરાંત ખુદ આરોપીઓએ 1000 કરતાં વધારે એટીએમ કાર્ડને હેક કરીને પૈસા ઉપાડ્યા હોવાની કબૂલાત કરી હતી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.