ગુલાબ મૂરજાયુ હવે શાહિન વાવાઝોડાનો ખતરો, ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી

મિત્રો ગુલાબ વાવાઝોડાના કારણે ગુજરાત ઉપર સંકટના વાદળો ઘેરાયા હતા પરંતુ હવે એક નવી આફત ગુજરાત ઉપર મંડાઈ રહી છે.

મિત્રો જ્યારે આ ગુલાબ વાવાઝોડું અરબ સાગરમાં જશે ત્યારે તે ફરીથી વાવાઝોડાના રૂપમાં સક્રીય થશે જે શાહીન વાવાઝોડાના રૂપમાં પરિવર્તિત થશે જેની અસર આગામી ત્રણ દિવસ ગુજરાત ઉપર જોવા મળશે જેને લઈને ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વાવાઝોડું 1 ઓક્ટોબરથી અરબી સમુદ્રમાં સક્રિય થાય તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે પરંતુ રાહતની વાત એ છે કે આ વાવાઝોડાની દિશા નલીયાથી ઓમાન તરફની છે એટલે તેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા નહીં મળે પરંતુ દરિયાકિનારાના વિસ્તારો જેવા કે કચ્છ, જામનગર, દ્વારકા વગેરેમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસશે તેવું હવામાન માની રહ્યું છે.

આગામી ત્રણ દિવસ પૂરા ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં બુધવારે ધોધમાર વરસાદ વરસે તેવી આગાહી છે આ સાથે 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં તે પણ હવે આગામી સમયમાં ખબર પડશે.

મિત્રો જ્યારે આ વાવાઝોડું મહારાષ્ટ્ર નજીકથી પસાર થશે ત્યારે તેની અસરના ભાગરૂપે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડયો હતો જે દરમિયાન મરાઠાવાડ વિસ્તારમાં ભારે વરસાદ, પૂર અને વીજળી પડવાથી ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા હતા.

એનડીઆરએફની ટીમને રાહત માટે મોકલવામાં આવી હતી અને 560 થી વધારે લોકોને હેલિકોપ્ટરની મદદથી બચાવવામાં આવ્યા હતા. ત્યાંના અધિકારીઓનું કહેવું છે કે મરાઠાવાડને બારમાસી સુકાગ્રસ્ત વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ તબાહીનું મુખ્ય કારણ આ વરસાદ છે.

મિત્રો વાવાઝોડાની અસરના કારણે 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડાને કારણે ભારે વરસાદ વરસી શકે છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.