આજે સાંજે ત્રાટકશે ગુલાબ વાવાઝોડું, હાઈ એલર્ટ જાહેર

મિત્રો આપણે જાણીએ છીએ કે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થયું છે જેનું નામ છે ગુલાબ વાવાઝોડું. આ વાવાઝોડું આજે સાંજ સુધીમાં ભારતના પૂર્વ વિસ્તારમાં ત્રાટકે તેવી શક્યતા છે ત્યારે ગુલાબ વાવાઝોડાની અસરને જોતા ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે એટલે હવામાન વિભાગ દ્વારા અનેક જીલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.

ઓડિશાના ગોપાલપુર અને વિશાખાપટ્ટનમની વચ્ચેથી ગુલાબ વાવાઝોડું પસાર થાય તેવી આશંકા છે તેથી આંધ્રપ્રદેશના દરિયા કિનારાના વિસ્તારોમાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને મોટી સંખ્યામાં ફોર્સ મોકલવામાં આવી છે.

આ તરફ સરકાર તરફથી વિશાખાપટ્ટનમ સહિતના જિલ્લાઓના દરિયા કિનારે એલર્ટ આપવામાં આવ્યું છે અને માછીમારોને દરિયામાં નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે.

મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં તૈયાર થયેલ ડીપ ડિપ્રેશન ધીમે ધીમે ભારત તરફ આગળ વધી રહ્યું છે. આઈએમડી અનુસાર ૨૬મી સપ્ટેમ્બરે સાંજ સુધીમાં આ વાવાઝોડું વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશના તટ પર ત્રાટકી શકે છે. મિત્રો આ વાવાઝોડું અત્યારે 14 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે અને જો આ વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ઝડપ 55 કિલોમીટર પ્રતિ કલાકની હશે તેવી આશંકા છે.

મિત્રો ગુજરાતમાં પણ જોરદાર વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે અને આખા ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ગુલાબ વાવાઝોડુના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળશે અને વાતાવરણમાં પલટો આવશે જેમાં ખાસ કરીને 27 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી છે જ્યારે 28 તારીખે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.