ઉત્તરાખંડમાં ફસાયા ગુજરાતીઓ : રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર, જલ્દી કરો શેર

મિત્રો છેલ્લા 48 કલાકથી ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને ગૌલા નદીમાં ભયાનક પૂરની સ્થિતિ ઉત્પન્ન થઇ છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણથી ચાર દિવસ સુધી હજી ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે.

ઉત્તરાખંડમાં સર્જાયેલી પરિસ્થિતિને પગલે કેટલાય ગુજરાતીઓ ત્યાં ફસાયા છે જેને લઇને રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને ગુજરાતીઓની સલામતી માટેની માહિતી મેળવી છે.

ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને મદદ કરવા માટે સરકાર દ્વારા એક હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે  079 23251900 હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, આ નંબર ઉપર ઉત્તરાખંડમાં ફસાયેલા નાગરિકો સંપર્ક કરી શકે છે અને ફસાયેલા યાત્રિકોની વિગતો આપી શકાય છે અને તેને સંબંધિત માહિતી પણ મેળવી શકાશે.

ઉત્તરાખંડમાં અતિભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઇ છે. ગુજરાતીઓની વાત કરીએ તો મણીનગરનો એક પરિવાર, અમદાવાદ વાડજનું એક દંપતિ, રાજકોટનું 180 લોકોનું એક ગ્રુપ અને ધોળકા વિધાલયના એક શિક્ષક ફસાયા છે.

મુખ્યમંત્રીએ ઉત્તરાખંડના સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંપર્ક કર્યો હતો અને ગુજરાતીઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી જોકે પ્રવાસે ગયેલા તમામ ગુજરાતીઓ સલામત હોવાનું મનાઈ રહ્યું છે.

તો મિત્રો તમે પણ આ માહિતી ને બધા લોકો સુધી શેર કરો જેથી કરીને સરકાર દ્વારા જે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે તે ઉત્તરાખંડમાં ફસાયેલા લોકો સુધી પહોંચી જાય અને સરકારનો સંપર્ક કરીને જરૂરી મદદ મેળવી શકે અને સહી સલામત પાછા આવી જાય.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.