Breaking : ખુબ જ અગત્યનાં સમાચાર | રાતો-રાત લેવાયા મોટા નિર્ણયો, Gujarati Samachar

ઓમિક્રોનનો વધતો ખતરો:

ભારતમાં કોરોનાનો આ નવો વેરિએન્ટ ઓમિક્રોન પુરજોશમાં આગળ વધી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં આજે ચાર નવા કેસ સામે આવ્યા છે જ્યારે તમિલનાડુમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ મળી આવ્યો છે.

આ નવા કેસ આવ્યા બાદ દેશમાં કુલ કેસોની સંખ્યા 64 પર પહોંચી છે જેમાં સૌથી વધારે 62 કેસ મહારાષ્ટ્રમાંથી આવ્યા છે.

આ તમામ દર્દીને આઈસોલેટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દુનિયામાં ઓમિક્રોનથી હડકંપ મચી જવા પામ્યો છે.

કલમ 144 લાગુ:

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસો ખૂબ જ વધી રહ્યા છે જેને લઇને ત્યાંની સરકારે મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવ્યા છે.

આ ઉપરાંત મુંબઇ પોલીસ રસ્તા ઉપર લોકોની તપાસ પણ કરી રહી છે. આ ઉપરાંત પોલીસ અધિકારીએ જણાવ્યું કે જેઓ માસ્ક નથી પહેરતા તેમની પાસેથી દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે.

મુંબઈ પોલીસે ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને શહેરમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરી છે.

આ કલમ 144 હેઠળ ચાર કે તેથી વધુ લોકો એક જગ્યાએ ભેગા થઈ શકશે નહીં.

આ ઉપરાંત જાહેર સભાઓ યોજવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આદેશમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે કોઈપણ દુકાન, મોલ, ઈવેન્ટ અને મેળાવડામાં એવા લોકો જ હોવા જોઈએ જેમણે રસી લીધેલી હોય.

ફરી લાગુ થયું લોકડાઉન:

ચીનમાં કોરોનાના 73 કેસ આવ્યા છે જેને લઇને ઝેજિયાંગ વિસ્તારમાં ફરીથી Lockdown લગાવવામાં આવ્યું છે. ઓમિક્રોનની એન્ટ્રી બાદ Lockdown લાગુ પાડનાર ચીન પહેલો દેશ બન્યો છે.

માર્ચ 2020 માં જ્યારે કોરોનાનો પહેલો કેસ આવ્યો ત્યારે ચીને દુનિયામાં સૌથી પહેલાં જ Lockdown લગાવી દીધું હતું.

ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય:

મોદી સરકારે સૌથી મોટી યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને લંબાવવાનો મોટો નિર્ણય લીધો છે.

આ યોજના વર્ષ 2015 માં શરૃ કરવામાં આવી હતી. આ નિર્ણયથી દેશના અંદાજે 22 લાખ ખેડૂતોને લાભ થવાનો છે.

આ યોજનાને વર્ષ 2025 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની પાછળ 93 હજાર કરોડનો વધારાનો ખર્ચ કરવો પડશે.