મજેદાર ગુજરાતી ઉખાણા, રસપ્રદ કોયડા, પઝલ | Majedar Gujarati Ukhana, Koyda, Puzzle, Riddles

નમસ્કાર મિત્રો આજે આપણે મજેદાર અટપટા ચટપટા ઉખાણા વાંચીશું…

Gujarati Majedar Atapata Chatpata Ukhana, Koyda, Puzzle, Riddles

1. એવી કઈ વસ્તુ છે જેને તમે ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો અને તરસ લાગે ત્યારે પી શકો છો?

જવાબ :  નાળિયેર (શ્રીફળ)

2. એવો કયો જીવ છે જે ક્યારેય સુતો નથી?

જવાબ : કીડી

3. એવી કઈ વસ્તુ છે જે છોકરાઓ છુપાવીને ચાલે છે અને છોકરીઓ બતાવીને ચાલે છે?

જવાબ : પર્સ

4. એવું તે શું છે જે પગ વગર ભાગે છે અને ક્યારેય પાછો આવતો નથી?

જવાબ : સમય

5. એવું શું છે જે હંમેશા તૂટવા માટે જ બન્યું હોય છે?

જવાબ : રેકોર્ડ

6. એવી કઈ જગ્યા છે જ્યાં આપણે હંમેશા જીતને બદલે હાર માગીએ છીએ?

જવાબ : ફૂલ હાર ની દુકાન

7. એવી કઈ વસ્તુ છે જે સવારે લીલી, બપોરે કાળી, સાંજે લીલા રંગની અને રાત્રે સફેદ રંગની દેખાય છે?

જવાબ : બિલાડીની આંખ

8. હું તમને એક પ્રશ્ન પૂછું છું? બતાવો ઉત્તર શું છે?

જવાબ : ઉત્તર એક દિશા છે

9. જો એક લાલ પથ્થરને નીલા સમુદ્રમાં ફેંકવામાં આવે તો શું થાય?

જવાબ : પથ્થર ભીનો થઇને ડૂબી જશે

10. એવું તે શું છે જે આપણે રાત્રે લઈએ છીએ પણ સવારે કે બપોરે લેતા નથી?

જવાબ : ડિનર

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.