Breaking : ખુબ જ અગત્યનાં સમાચાર | રાતો-રાત લેવાયા મોટા નિર્ણયો, Gujarati Samachar, Lockdown

ગુજરાતમાં ઓમિક્રોન:

ગુજરાતમાં કોરોના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધુ છ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ દર્દીઓની સંખ્યા 13 ઉપર પહોંચી છે.

જે નવા છ કેસ નોંધાયા છે તેમાં એક ગાંધીનગર, એક આણંદ, એક સુરત, એક રાજકોટ અને બે અમદાવાદમાં નોંધાયા છે.

મહિલાઓને મળશે 5000 રૂપિયા:

કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે દીનદયાળ અંત્યોદય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગ્રામીણ મહિલાઓને 5000 રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે.

મોદી સરકારની આ યોજનાથી દેશની કરોડો મહિલાઓને મોટી રાહત થશે. આ યોજનામાં મહિલાઓ મફતમાં પાંચ હજાર રૂપિયાના ઓવરડ્રાફટની સુવિધા મેળવી શકશે.

કોરોના બેકાબૂ:

કોરોનાના કેસો સમગ્ર વિશ્વમાં ખૂબ તેજીથી વધી રહ્યા છે ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં કોરોનાના કેસો વધતા શિક્ષણ વિભાગે 20 ડિસેમ્બરથી લઈને 7 જાન્યુઆરી સુધી તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.

ગયા અઠવાડિયે 126 નવા કેસો નોંધાતા વહીવટીતંત્ર ચિંતામાં મુકાઇ ગયું હતું જેને લઇને બાળકોમાં ચેપ ન ફેલાય તે માટે ઓફલાઇન અભ્યાસ બંધ કરવામાં આવ્યો છે.

આગામી 15 દિવસ મહત્વના:

ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં અને કોરોના નવા વેરિએન્ટની એન્ટ્રી પછી ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ડોક્ટરો આગામી 15 દિવસ ખૂબ જ અગત્યના હોવાનું માની રહ્યા છે.

ડોક્ટરે જણાવ્યું છે કે આ વાઇરસ ખૂબ જ ઝડપથી સંક્રમિત થાય છે. ખાસ કરીને ઉંમરલાયક હોય અને અન્ય ગંભીર બિમારીથી પિડાતા હોય તેમને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.

આ ઉપરાંત લોકોએ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન્સ સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ અને બધા લોકોએ ફરજિયાત રસીના બંને ડોઝ લઈ લેવા જોઈએ. જો કોરોનાની રસીનો વધારે જથ્થો હશે તો બુસ્ટર ડોઝ શરૂ કરવામાં આવશે.

સ્કુલમાં આવ્યો કોરોના:

ગુજરાત રાજ્યમાં હાલમાં ઓફલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે ફરીથી કોરોના ઓમિક્રોનના કેસો વધતાં સ્કૂલો બંધ રાખવાની માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રાથમિક શાળામાં ફરજિયાત છ મહિના સુધી ઓનલાઇન શિક્ષણની માંગણી કરવામાં આવી છે.

પરંતુ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ તેને આડકતરી રીતે ફગાવી દીધી છે અને કહ્યું કે કોરોના સામે હિંમતથી લડવાનું છે અને તકેદારી રાખવાની છે.

શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં શાળાઓને તકેદારી માટે કયા કયા પગલાં ભરવા તેની સૂચના આપવામાં આવી છે.