શાળામાં લાગુ થયુ સ્વયંભૂ લોકડાઉન : બોર્ડની પરીક્ષા લેવાશે મોડી

સ્વયભું શાળાઓ બંધ :

મિત્રો આપણે જાણીએ છીએ કે કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને બાળકોમાં પણ કોરોના આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ ચિંતિત છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શાળાઓ બંધ કરવાને લઇને કોઇ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી.

એટલા માટે આવી સ્કૂલો સ્વયંભૂ ઓફલાઈન શિક્ષણ બંધ કરવા જઈ રહી છે.

મોટાભાગની શાળાઓ શિક્ષણ બંધ કરીને માત્ર ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખશે.

વડોદરામાં કોરોના સંક્રમણ વધતા 11 પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે.

એક બાજુ 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ રસીકરણ ચાલુ થયું છે.

તો બીજી તરફ વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત થતા સ્કૂલો બંધ કરવાની ફરજ પડી છે એટલે કે હવે શાળાઓ સ્વયંભૂ લોકડાઉન પાળી રહી છે.

બોર્ડની પરીક્ષા તારીખમાં ફેરફાર:

ગુજરાત સહિત સમગ્ર દેશમાં જ્યારે ફરી એકવાર કોરોના બેકાબૂ થઈ ગયો છે ત્યારે રાજ્યમાં ડેલ્ટા ઉપરાંત ઓમીક્રોમના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે.

મુંબઈ, દિલ્હી, ઓરિસ્સા, પંજાબ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં શાળા અને કોલેજોના અલગ-અલગ ધોરણનું ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે માત્ર ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવશે.

આ ઉપરાંત CBSE દ્વારા પણ પરીક્ષાઓ લંબાવવામાં આવી છે.

આ પરીક્ષાઓ માર્ચ અને એપ્રિલ 2022 દરમિયાન આયોજિત થશે અને તેની તારીખ પણ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતમાં પણ શાળાઓ બંધ કરવા માટે વાલીઓ માંગ કરી રહ્યા છે.

જોકે શિક્ષણ જીતુભાઈ વાઘાણી આ અંગે અગાઉ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે વાલીઓ ઈચ્છે તો ઓનલાઇન અભ્યાસ કરાવી શકે છે.

આ ઉપરાંત રાજ્યમાં અનેક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા અનેક શાળાઓ બંધ કરવામાં આવી છે.

આ ઉપરાંત તંત્ર દ્વારા પણ જે સ્કૂલમાં કોરોનાના વધારે કેસ આવી રહ્યા છે તેવી શાળાઓ બંધ કરાવવામાં આવી રહી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.