મિનિ લોકડાઉન થયું લાગુ : શાળા-કોલેજ વગેરે બંધ | ગુજરાતી સમાચાર, દેશ-વિદેશના મુખ્ય સમાચાર

ઝારખંડમાં મીની લોકડાઉન:

મિત્રો દેશમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે દેશના વધુ એક રાજ્યની અંદર મીની લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

ઝારખંડમાં આઠ વાગ્યા પછી બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, સ્ટેડિયમ, જીમ, પ્રાણીસંગ્રહાલય વગેરે બંધ રહેશે.

આ ઉપરાંત 15 જાન્યુઆરી સુધી જાહેર કાર્યક્રમોમાં સો લોકો જ હાજરી આપી શકાશે.

જ્યારે સરકારી અને ખાનગી કચેરીમાં 50 ટકા સ્ટાફ સાથે કામકાજ કરી શકાશે.

આ મીની લોકડાઉન 15 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.

આણંદમાં કલમ 144 લાગુ:

મિત્રો ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો વધી રહ્યા છે.

કોરોના ના કેસો વધતા અટકાવવા માટે અને વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા તકેદારીના પગલારૂપે સમગ્ર આણંદ જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

આ કલમ 15 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.

આ પ્રતિબંધો અંતર્ગત ચાર વ્યક્તિ અથવા વધુ માણસો એકત્ર થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સભા કે સરઘસ કાઢવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ભરૂચમાં કલમ 144 લાગુ:

મિત્રો ભરૂચની અંદર પણ કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે જેને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલમ ૧૪૪ આગામી 18 જાન્યુઆરી સુધી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

આ કલમ હેઠળ હવે 4 કરતાં વધારે લોકોએ ભેગા થવા ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.

વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં લેતા સ્કૂલોમાં પણ હવે ઓફલાઈન શિક્ષણ બંધ કરવા માટે વાલીઓ માંગણી કરી રહ્યા છે અને ઓનલાઇન શિક્ષણ શરૂ કરવા માટે રજુઆતો કરી દીધી છે.

આ ઉપરાંત કોરોનાની વકરતી જતી સ્થિતિને જોતા સભા, સરઘસ, રેલી વગેરે ઉપર ભરૂચ જિલ્લા અધિક કલેકટર દ્વારા અંકુશ લગાવી દેવામાં આવ્યો છે.

અમેરિકામાં બરફનું તોફાન:

મિત્રો હાલમાં અમેરિકા બેવડો માર સહન કરી રહી છે.

એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે તો બીજી તરફ ભારે તોફાનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

અમેરિકામાં લોડાઉન જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી.

બરફના તોફાનને કારણે કેટલાંક રાજ્યોમાં શાળાઓ અને ઓફિસો બંધ કરવાની ફરજ પડી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.