બ્રેકીંગ : આજના મુખ્ય તાજા સમાચાર | Gujarati Breaking News | ખેડૂત અને શિક્ષણ વિભાગ સમાચાર

પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસ સસ્તા થશે:

વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે.

અનેક દેશોએ આંતરરાષ્ટ્રીય વિમાન ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે અને આંશિક Lockdown લાગવા જેવા પ્રતિબંધો ફરી મૂક્યા છે જેથી પેટ્રોલિયમની ડિમાન્ડ ઘટી છે.

પેટ્રોલ-ડીઝલના મોંઘા ભાવમાં વધુ એક વખત રાહત મળવાના એંધાણ જોવા મળી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લીટર પાંચ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.

આ ઉપરાંત પહેલી ડિસેમ્બરથી રાંધણગેસના ભાવમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.

છેલ્લા ઘણા સમયથી રાંધણ ગેસના ભાવ વધતા જઈ રહ્યા છે ત્યારે ડિસેમ્બર મહિનામાં લોકોને એલપીજી ગેસ સિલિન્ડરમાં રાહત મળી શકે તેમ છે.

કોરોનાનો નવો વેરિએન્ટ ખતરનાક:

કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોને ફરીથી ટેન્શન વધાર્યું છે.

વિદેશથી આવતા મુસાફરોએ 1 ડિસેમ્બરથી મુસાફરી શરૂ કરતા પહેલા એર સુવીધા પોર્ટલ પર નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે.

આ ઉપરાંત છેલ્લા 14 દિવસની મુસાફરીની વિગતો પણ આપવી પડશે.

એટીએમમાંથી પૈસા ઉપાડવાના  નિયમોમાં બદલાવ:

ATM માથી રોકડ રકમ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

એસબીઆઈ દ્વારા ATM ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે OTP દાખલ કરવાની જરૂર પડશે જે તમારા રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર મોકલવામાં આવશે.

આ નવા નિયમ પ્રમાણે ગ્રાહકો ઓટીપી વગર રોકડ ઉપાડી શકશે નહીં.

10000 રૂપિયા અથવા તેનાથી વધુના ઉપાડ પર આ નિયમ લાગુ થશે.

1 ડિસેમ્બરથી ખરીદી મોંઘી પડશે:

1 ડિસેમ્બરથી બેન્કિંગ અને EPFO સહિતના ઘણા બધા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર થવાની છે.

SBI ક્રેડીટ કાડૅ દ્વારા ખરીદી કરવા પર દરેક ખરીદી પર 99 રૂપિયા અલગથી ચાર્જ આપવો પડશે જે પ્રોસેસિંગ ચાર્જ તરીકે વસૂલાશે.

આ ઉપરાંત તમામ મર્ચન્ટ EMI લેવડદેવડ પર પ્રોસેસિંગ ફી 99 રૂપિયા આપવી પડશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.