Breaking : અત્યારના તાજા સમાચાર | શાળા-કોલેજ શિક્ષણ વિભાગ, Gujarat Samachar, Khedut Samachar

ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર:

ગુજરાત રાજ્યમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયત માટે ચૂંટણી થવા જઈ રહી છે.

19 ડિસેમ્બરે મતદાન થશે અને 21 ડિસેમ્બરે મત ગણતરી કરવામાં આવશે.

આ વખતે ચૂંટણીમાં ઈવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં નહીં આવે એટલે કે બેલેટ પેપરથી મતદાન થશે. આ ઉપરાંત મતદારોને મળશે નોટાનો અધિકાર.

બિન સચિવાલયની પરીક્ષા યોજાશે:

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.

ગુજરાત રાજ્ય સરકારે રાજ્યમાં બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે.

આ પરીક્ષા આગામી 13 ફેબ્રુઆરી 2022 ના રોજ યોજવામાં આવશે.

પેટ્રોલ-ડીઝલ માં રાહત:

ભારતમાં 20 દિવસ પહેલા ઇંધણના ભાવ વધી રહ્યા હતા પછી કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડયૂટી ઘટાડવામાં આવી જેથી ઈંધણ સસ્તું થયું.

આ પછી 20 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો નથી જેના કારણે સામાન્ય લોકોને રાહત મળી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જેને લઈને ભવિષ્યમાં હજુ પણ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે છે.

ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ફરી શરૂ:

મિત્રો મગફળીનું ટેકાના ભાવે ખરીદી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ વચ્ચે માવઠું આવવાને કારણે ખરીદી બંધ હતી.

ગુજરાત માર્કેટિંગયાર્ડમાં સવારથી જ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા પુરવઠા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Sbi એ માર્યો 164 કરોડનો ધુંબો:

ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા છેલ્લા થોડા વર્ષોથી ખાતામાંથી ડિજિટલ લેવડદેવડ કરનારા જન ધન ખાતા ધારકો પાસેથી ખોટી રીતે ટ્રાન્જેક્શન ચાર્જ વસૂલી લેવામાં આવ્યો છે.

સરકારી નિર્દેશો બાદ બેંક દ્વારા ગ્રાહકોને 90 કરોડ રૂપિયા પરત કરી દેવામાં આવ્યા છે જ્યારે હજુ 150 કરોડ રૂપિયાથી વધુની રકમ બેંક પાસે ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

બેંક દ્વારા આ રકમ એપ્રિલ 2017 થી સપ્ટેમ્બર 2020 દરમિયાન વસૂલવામાં આવી છે.

એસબીઆઇ બેન્ક દ્વારા ડિજિટલ પેમેન્ટ કરનારા લોકો પાસેથી ટ્રાન્જેક્શન ચાર્જ પેટે 254 કરોડ વસૂલવા લીધા જેમાંથી 90 કરોડ પરત કર્યા અને હજુ 164 કરોડ ચૂકવવાના બાકી છે.

આવું કરશો તો એક હજારનો દંડ:

જ્યારે તમે તમારું વાહન લઈને બહાર નીકળો છો ત્યારે ટ્રાફિક સિગ્નલ પર રેડલાઇટ જોવા મળે છે ત્યારે આપણે પોતાનું વાહન ઊભું રાખીએ છીએ પરંતુ લોકો લાપરવાહીથી પોતાનું વાહન ઝીબ્રા ક્રોસીંગથી ઉપર લઈ જાય છે.

દહેરાદૂનમાં હવે આ કરવું મોંઘુ પડશે કેમ કે ત્યાં ઓટો મોડ પર દંડની વ્યવસ્થા કરવામાં આવી છે.

જે લોકો ઝેબ્રા ક્રોસિંગ ઉપર પોતાનું વાહન ઊભો રાખશે તેના ઘરે સીધું જ 1000 રૂપિયાનું ચલાણ મોકલી આપવામાં આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.