Breaking : અત્યારના તાજા સમાચાર | શાળા-કોલેજ શિક્ષણ વિભાગ, Gujarat Samachar, Khedut Samachar

મોંઘવારીનો માર:

મિત્રો આપણે જાણીએ છીએ કે કોરોના બાદ મોંઘવારી લોકોનો પીછો છોડતી જ નથી.

પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, ટ્રાન્સપોર્ટેશન સહિતની અનેક જગ્યાએ આમ આદમીને મોંઘવારી નડી રહી છે.

આ ઉપરાંત કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેના કારણે શાકભાજીના ભાવ સદી ફટકારી ગયા છે જેને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઇ ગયું છે.

હાલમાં માર્કેટમાં ટામેટા 100 રૂપિયાને પાર, વટાણા 130 રૂપિયા, ચોળી 110 રૂપિયા, ડુંગળી 70 રૂપિયા, વાલોળ 130 રૂપિયા, કોથમીર 100 રૂપિયા. આ સીવાય તમામ શાકભાજીના ભાવ 100 રૂપિયાની આસપાસ છે.

બેંકો રહેશે બંધ:

ડિસેમ્બર મહિનામાં કુલ 16 દિવસ બેંકો બંધ રહેશે જેમાં ચાર રવિવારની રજા છે.

આ મહિનામાં ક્રિસમસનો તહેવાર પણ આવે છે જેની રજાઓના આખા દેશની બેંકોમાં રહેશે.

આરબીઆઇની ગાઈડલાઈન અનુસાર રવિવાર ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહેશે.

જો તમે ડિસેમ્બર મહિનામાં બેંક સાથે જોડાયેલા કામ કરવાના છો તો પહેલાં તમારે આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલી રજાઓનું લીસ્ટ ચેક કરી લેવું પડશે કેમ કે આ મહિનામાં કુલ 16 જેટલી રજાઓ આવશે.

કોરોના મહામારી મોટી બીમારી:

મિત્રો કોરોનાનું સંક્રમણ દેશના કેટલાક જિલ્લાઓમાં વધી રહ્યું છે.

ખાસ કરીને નાગાલેન્ડ, સિક્કિમ, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને લદાકમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે કોરોનાના કેસમાં તાજેતરમાં આ રાજ્યમાં વધારો થયો છે.

ડોક્ટર રણદીપ ગુલેરીયાએ કહ્યું કે કોરોનાની રસી ને કારણે સંક્રમણની સ્પીડ અટકી છે અને હોસ્પિટલો પરનું ભારણ પણ ઓછું થયું છે.

જેથી કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા નહીંવત છે, આ ઉપરાંત તેમણે કહ્યું કે સમય જતા આ મહામારી બીમારીમાં ફેરવાઈ જશે.

એલપીજી ગેસ સિલિન્ડર સબસીડી:

એલપીજીના ગ્રાહકો માટે મોટી ખુશખબર સામે આવી રહી છે.

સરકારે ફરી એક વખત એલપીજી સબસિડી એટલે કે રાંધણ ગેસની સબસીડી હવે ગ્રાહકોના ખાતામાં મોકલવાનું શરૂ કરી દીધું છે.

હાલમાં એલપીજી ગ્રાહકોને 79.26 રૂપિયા પ્રતિ સિલિન્ડર સબસીડી મળી રહી છે તો ઘણા લોકોને 158 રૂપિયા અથવા 238 રૂપિયા સબસીડી મળી રહી છે.

આ ઉપરાંત તમે ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

જો તમને સબસીડી મળી નથી રહી તો તમારે જાણવું જરૂરી છે કે સબસીડી કેમ અટકી ગઈ છે?

એલપીજી પર મળતી સબસિડી અટકવાનું મુખ્ય કારણ આધાર લીંક ન થયું હોવાનું હોઈ શકે છે.

આ ઉપરાંત જે લોકોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે છે તેમને સબસિડી આપવામાં આવતી નથી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.