Breaking : અત્યારના તાજા સમાચાર | શાળા-કોલેજ શિક્ષણ વિભાગ, ખેડૂત સમાચાર | Gujarat Samachar

સરકારી કર્મચારીઓ માટે ખુશખબર:

મોદી સરકાર કર્મચારીઓને ટૂંક સમયમાં ખુશખબર આપી શકે છે. કર્મચારીઓની નિવૃતીની ઉંમર અને પેન્શનની રકમ વધારવા પર સરકાર વિચાર કરી રહી છે.

એટલે કે દેશમાં લોકોના કામ કરવાની ઉંમર મર્યાદા વધારવાની વાત કહેવામાં આવી છે, સાથે દેશમાં નિવૃતિની ઉંમર વધારવાની સાથે યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવાનું વિચારવામાં આવશે.

ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર:

ગુજરાત રાજ્યમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયત માટે ચૂંટણી થવા જઈ રહી છે.

19 ડિસેમ્બરે મતદાન થશે અને 21 ડિસેમ્બરે મત ગણતરી કરવામાં આવશે.

આ વખતે ચૂંટણીમાં ઈવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં નહીં આવે એટલે કે બેલેટ પેપરથી મતદાન થશે. આ ઉપરાંત મતદારોને મળશે નોટાનો અધિકાર.

રાંધણ ગેસમાં ભાવ વધારો:

મિત્રો પહેલી ડિસેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરના 14 કિલોના સિલિન્ડરના ભાવમાં ફરીથી 55 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવશે એવા સમાચાર મળી રહ્યા છે.

આ અંગેની જાણકારી આગામી 28 મી નવેમ્બર સુધીમાં કરી દેવામાં આવશે.

આ ઉપરાંત 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ પણ 84 રૂપિયા જેટલો વધીને 2089 પ્લસ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે.

કોરોનાની રસી લેનાર લોકો માટે મોટા સમાચાર:

હજુ પણ ઘણા એવા લોકો છે જે રસી લેવામાં આનાકાની કરી રહ્યા છે જેથી તેઓ પણ રસી લઇ લે તે માટે સરકાર દ્વારા રોકડ લાભ અને ઘરવપરાશની વસ્તુઓ આપવા માટે લકી ડ્રો યોજના બનાવી રહ્યા છે.

આ લકી ડ્રોમાં ઘરેલુ ચીજો, કિચનમાં વપરાતી વસ્તુઓ, યાત્રાના પાસ અથવા રોકડ પુરસ્કાર મળી શકે છે.

કોરોનાની ત્રીજી લહેર:

કોરોનાની ત્રીજી લઈને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કે જ્યાં કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે ત્યાં છેલ્લા મહિનામાં માત્ર એક બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

બી.જે. મેડીકલ કોલેજમાં 1500 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી મોટાભાગના નેગેટિવ આવ્યા છે.

જોકે તબીબોના મતે હજુ પણ તકેદારી રાખવાની ખૂબ જ જરૂર છે એટલે કે ગુજરાતમાં ત્રીજી લહેરની શક્યતા નહીવત દેખાઈ રહી છે.

સુપ્રીમ કોર્ટ નારાજ:

મિત્રો કોરોના મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય માટેની જાહેરાત સુપ્રીમ કોર્ટ દ્વારા આપી દેવામાં આવી છે પરંતુ કોરોના મૃતકોના વળતર મુદ્દે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતમાં લોકોને પડતી મુશ્કેલીથી સુપ્રીમ કોર્ટ થઈ ગઈ છે નારાજ.

સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે જલદી વળતર ચૂકવો નહીંતર લીગલ સર્વિસ ઓથોરિટીને જવાબદારી સોંપી દેવામાં આવશે આ અંગેની આગામી સુનાવણી 29મી નવેમ્બરે હાથ ધરાશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.