Breaking : ખુબ જ અગત્યનાં સમાચાર | રાતો-રાત લેવાયા મોટા નિર્ણયો, Gujarati Samachar

શિક્ષણમંત્રીનું મોટું નિવેદન:

ગુજરાતમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે જેને લઇને ઓફલાઈન શિક્ષણ અંગે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ મોટું નિવેદન આપ્યું છે.

તેમણે જણાવ્યું કે રાજ્યમાં સંક્રમણ પણ વધી રહ્યું છે અને બાળકોને પણ તેનો ચેપ લાગી રહ્યો છે ત્યારે ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ તો રહેશે જ.

ઑફલાઇન શિક્ષણ માટે ફરીથી વાલીઓ પાસેથી સંમતિપત્ર મંગાવવામાં આવશે અને ઓફલાઇન શિક્ષણ માટે કડક નિયમોનું પાલન કરાવવામાં આવશે.

એક હજાર રૂપિયાનો દંડ:

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા લોકોએ માસ્ક ના પહેર્યો હોય તો તેની પાસેથી દંડ વસુલવાની ગતી ખૂબ જ ધીમી હતી પરંતુ હવે ચૂંટણી બાદ કોરોનાની મહામારીમાં માસ્ક પહેરવું ફરજીયાત બની ગયું છે.

જો કોઈએ માસ્ક પહેર્યુ નહીં હોય તો તેની પાસેથી પોલીસ 1000 રૂપિયા દંડ વસૂલી શકે છે અને લોકોને માસ્કનો મેમો આપી શકે છે.

લોકડાઉનની વાપસી:

ભારત દેશમાં કોરોનાનું સંક્રમણ વધતાં ધીરે ધીરે પ્રતિબંધ લાગુ થઈ રહ્યા છે. મધ્યપ્રદેશમાં ફરીથી  નાઈટ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશના નોઈડા લખનઉમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

તેલંગાણાના એક ગામમાં 10 દિવસ માટે Lockdown જાહેર કરવામાં આવ્યું છે.

કર્ણાટકમાં પણ નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને મહારાષ્ટ્રમાં શાળાઓ બંધ અને જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ વસ્તુ થશે ફરી મોંઘી:

સામાન્ય માણસને નવા વર્ષથી મોંઘવારીનો મોટો ઝટકો લાવવાનો છે કેમકે એક જાન્યુઆરીથી રેડીમેડ ગાર્મેન્ટ્સ પર જીએસટી પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવશે. જેથી રેડીમેડ ગારમેન્ટની કિંમતમાં વધારો થશે.

આ ઉપરાંત એક જાન્યુઆરીથી Food Delivery એપ્લિકેશન દ્વારા જો ઘર બેઠા ઓનલાઈન ઓર્ડર કરશો તો તે પણ નવા વર્ષથી મોંઘુ થશે.

Food Delivery એપ જેવીકે ZOMETO અને swiggy નવા વર્ષથી 5 ટકા જીએસટી લાગશે, જો કે સરકાર આ ટેક્સ ગ્રાહકને બદલે કંપની પાસેથી વસુલ કરશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.