Breaking : અત્યારના તાજા સમાચાર | શાળા-કોલેજ શિક્ષણ વિભાગ, ખેડૂત સમાચાર, Gujarat Samachar

પઠાણકોટ હુમલો:

પંજાબના પઠાણકોટમાં આર્મી કેમ્પના ગેટ ઉપર બાઇક સવારોએ ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો.

આ ઘટના બાદ પઠાણકોટના તમામ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

હાલમાં સીસીટીવી ફૂટેજ તપાસીને હુમલાખોરોની ઓળખ કરવામાં આવી રહી છે.

કોરોના રસીકરણ જાગૃતિ:

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રસીકરણને પ્રોત્સાહિત કરવા માટે અને લોકોને જાગૃત કરવા માટે નવી નવી રણનીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે.

જેમણે પ્રથમ ડોઝ લીધો છે અને બીજો ડોઝ લેવાનો બાકી છે, જે મુજબ રસીકરણ પૂર્ણ કરી ચૂકેલા લોકો માટે દર અઠવાડિયે અને દર મહિને લકી ડ્રો કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

લકી ડ્રોના વિજેતાઓને રસોઈનો સામાન, રાશન પુરવઠો, મુસાફરી પાસ જેવી વસ્તુઓ આપવામાં આવી શકે છે.

ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સહાય:

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા માટે 1500 રૂપિયાની સહાય આપવામાં આવશે.

સરકારની “નો યોર ફાર્મર” યોજના અંતર્ગત ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરશે તો તેનું વ્યાજ સરકાર ભોગવશે. આ માટે કો-ઓપરેટિવ બેન્ક લોન આપશે.

ખેડૂત કલ્યાણ વિભાગના પરિપત્ર અનુસાર ખેડૂત 15 હજારનો ફોન ખરીદશે તો મહત્તમ 10 ટકાની સહાય આપશે એટલે કે મહત્તમ સહાય 1500 સુધીની મળશે.

આ ખેડૂતોને ત્રણ ત્રણ લાખની સહાય:

કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાઓને પરત ખેંચવાની જાહેરાત કર્યા બાદ પંજાબ સરકાર દ્વારા આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરી હતી.

હવે તેલંગાણાના મુખ્યમંત્રી ચંન્દ્રશેખર રાવે તમામ મૃત્યુ ખેડૂતોના પરિવારોને 3-3 લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

ધોરણ 1 થી 5 ની શાળા શરૂ:

ગુજરાતમાં આજથી ધોરણ 1 થી 5 ના વર્ગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં બાળકોની હાજરી મરજીયાત રહેશે.

ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે છેલ્લા દોઢ વર્ષથી શિક્ષણ કાર્ય બંધ હતું જેને ફરીથી વેગવંતુ બનાવવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત માસ્ક અને સામાજિક અંતર નું પાલન કરવાનું રહેશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.