બ્રેકિંગ ન્યુઝ : અત્યારના તાજા સમાચાર / શાળા-કોલેજ શિક્ષણ વિભાગ / બધા લોકો જરૂર જોઈ લો

ખાનગીકરણ:

મિત્રો એર ઇન્ડિયા બાદ મોદી સરકાર વધુ 6 સરકારી કંપનીઓને આ વર્ષે વેચવા માટે કાઢશે. તે અંગે હાલમાં મોટા વાટાઘાટો થઈ રહ્યા છે.

આ 6 સરકારી કંપનીઓમાં BPCL, BEML, શીપીંગ કોર્પ, પવન હંસ, સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક અને નીલાંચલ ઇસ્પતનો સમાવેશ થાય છે.

પેટ્રોલ ડિઝલ સસ્તુ થશે:

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાને કારણે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળશે.

અમેરિકી Crude Oil WTI 84 ડોલર પ્રતિ બેરલથી 76 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે એટલે કે 8 ડોલરનો ઘટાડો નોંધાયો છે.

અનુજ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં ક્રૂડ ઓઇલમાં થયેલા ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો આવી શકે છે. તેમણે જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલ પાંચથી છ રૂપિયા સસ્તું થઇ શકે છે.

આધારકાર્ડ ચુંટણીકાર્ડ જોડાણ:

આપણે જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત થઇ ગયું હતું અને હવે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે.

આ અંગેની ચર્ચા સંસદમાં આગામી બેઠકમાં કરવામાં આવશે.

ગેસ સિલિન્ડર સબસીડી:

મિત્રો પેટ્રોલ અને ડીઝલની એકસાઈઝ ડયૂટીમાં ઘટાડા કર્યા પછી હવે મોદી સરકાર ગેસ સિલિન્ડરના ભાવ ઉપર 300 રૂપિયાની સબસિડી આપવા ઉપર વિચારણા કરી રહી છે.

કપડા પગરખા થશે મોંઘા:

મિત્રો મોંઘવારી સામાન્ય માણસનો પીછો છોડવાનું નામ નથી લેતી ત્યારે ફરીથી સરકારે કપડા અને પગરખાં ઉપર જીએસટીના દરમાં વધારો કર્યો છે.

પહેલી જાન્યુઆરી 2022થી નવા જીએસટીના દરો લાગુ થશે. 5% જીએસટી ના બદલે 12% જી.એસ.ટી. નું નોટિફિકેશન જાહેરકરવામાં આવ્યું છે.

દિવાળી વેકેશન પૂર્ણ:

મિત્રો હાલમાં ચાલી રહેલું દિવાળીનું વેકેશન પૂર્ણ થવાનું છે કેમ કે સોમવારથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ જશે.

ફરીથી શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ ધમધમતી થઇ જશે.

આ ઉપરાંત ધોરણ 1 થી 5 ના પ્રત્યક્ષ શિક્ષણના વર્ગો શરૂ કરવા મુદ્દે બુધવારે નિર્ણય લેવામાં આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.