Breaking : ખુબ જ અગત્યનાં સમાચાર | રાતો-રાત લેવાયા મોટા નિર્ણયો, Gujarati Samachar

ભારત દેશમાં નવા વર્ષની શરૂઆતથી જ દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે.

ફરી એક વખત કોરોના મહામારી ઉથલો મારતા ત્રીજી લહેર શરૂ થઈ હોવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે.

દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ કોરોનાના 20000 થી વધુ કેસ નોંધાયા છે અને એક્ટીવ કેસોની સંખ્યા પણ એક લાખને પાર પહોંચી ગઈ છે.

સૌથી વધારે કોરોનાનું સંક્રમણ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે જ્યાં સૌથી વધુ 9170 કેસ નોંધાતા રાજ્ય સરકારે સંપૂર્ણ Lockdown લાગુ કરવાની સંભાવના વ્યક્ત કરી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને લઈને સરકારે ભવિષ્યમાં કોરોનાના કેસ 80 લાખ થવાની અને મૃત્યુઆંક 80 હજારે પહોંચવાની ચેતવણી વ્યક્ત કરી છે.

ગુજરાતની શાળાઓમાં કોરોનાવાયરસની એન્ટ્રી થતાં વાલીઓ ખૂબ ચિંતામાં મુકાઈ ગયા છે.

શાળામાં ભણતા બાળકો હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં 125 જેવા વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

શિક્ષણ વિભાગ દ્વારા આગામી 15 જાન્યુઆરીથી શાળાઓ બંધ કરવામાં આવે તેવી શક્યતાઓ બતાવવામાં આવી રહી છે.

શાળાઓમાં કોરોના વાયરસના કેસો વધતા શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી અને તેનું પાલન પણ હાલ સ્કૂલોમાં કરવામાં આવી રહ્યું છે પરંતુ તો પણ બાળકો સંક્રમિત થતા કેટલીક શાળાઓ બંધ પણ કરી દેવામાં આવી છે.

સરકારી નિયમો પ્રમાણે શાળાનો દરરોજનો રિપોર્ટ શિક્ષણ વિભાગને મોકલવામાં આવે છે.

કોરોનાના કેસો વધવાને કારણે વાલીઓએ બાળકોને હવે શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે.

જ્યારે Offline શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે શાળાઓમાં 85 થી 90 ટકા હાજરી રહેતી હતી પરંતુ હવે તે ઘટીને 70 ટકાની આસપાસ થઈ ગઈ છે.

આ ઉપરાંત શાળા સંચાલક મંડળે પણ શિક્ષણ વિભાગને ઓફલાઈન શિક્ષણ બંધ કરવા માટેની માંગ કરી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.