Breaking : ખુબ જ અગત્યનાં સમાચાર | રાતો-રાત લેવાયા મોટા નિર્ણયો, Gujarati Samachar

કોરોનાની ત્રીજી લહેર:

નેશનલ covid-19 સુપરમોડલ કમિટીએ જણાવ્યું કે વર્ષ 2022 ની શરૂઆતમાં ઓમિક્રોનના કારણે કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે જે ફેબ્રુઆરીમાં ટોચ ઉપર હશે.

આ ત્રીજી લહેર બીજી લહેરની સરખામણીમાં થોડી હળવી હશે. ડેલ્ટા વેરિએન્ટનુ સ્થાન ઓમિક્રોન લઈ લેશે.

કોરોના મહામારી વર્ષ 2024 ચાલુ રહી શકે છે. ફાઈઝરના વૈજ્ઞાનિકે કહ્યું કે આગામી એક-બે વર્ષ સુધી કોરોના મહામારી ચાલુ રહેશે અને અન્ય દેશોમાં પણ ફેલાશે.

ગુજરાતી સ્કૂલો બંધ કરો:

મિત્રો ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને ઓફલાઇન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે વાલી મંડળ દ્વારા 15 જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ રાખવાની માંગ કરવામાં આવી છે.

છેલ્લા દસ દિવસમાં 18 જેટલા બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વિદ્યાર્થી અને વાલી મંડળમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે.

વાલી મંડળે જણાવ્યું એ જો ગુજરાતની શાળામાં ભણતો વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થાય તો તેનો હોસ્પિટલ અને મેડિકલનો ખર્ચો ગુજરાત સરકાર ભોગવશે.

14 જાન્યુઆરી સુધી Lockdown:

ઓમિક્રોન વેરિએન્ટને લઈને નેધરલેન્ડમાં કડક Lockdown લાગુ કરી દેવામાં આવ્યું છે.

તેના વડાપ્રધાને કહ્યું આ વર્ષે ક્રિસમસ અને નવા વર્ષના સમયગાળામાં lockdown કરવામાં આવી રહ્યું છે.

રેસ્ટોરન્ટ, મ્યુઝિયમ અને જીમ સહિતની તમામ બિનજરૂરી દુકાનો 14 જાન્યુઆરી સુધી બંધ રહેશે અને શાળાઓ પણ 9 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવશે.

બે મોટા નેતાઓની હત્યા, કલમ 144 લાગુ:

કેરળમાં માત્ર બાર જ કલાકમાં બીજેપી અને SDPI ના બે મોટા નેતાઓની હત્યા કરવામાં આવી છે.

બીજેપીના ઓબીસી મોરચાના રાજ્ય સચિવ રણજીત શ્રીનિવાસનના ઘરની સામે તેમની હત્યા થઈ અને SDPI ના રાજ્ય સચિવ શાન કેએસની પણ હત્યા થઈ હતી.

આ બે મોટા નેતાઓની હત્યા થતાં જ રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે અને કેરળ રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.