Breaking : અત્યારના તાજા સમાચાર | શાળા-કોલેજ શિક્ષણ વિભાગ | ગુજરાત સમાચાર, Gujarat Samachar | Lockdown

વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારી શરૂ:

મિત્રો 2022માં ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટનું આયોજન થવાનું છે જેને લઇને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ ક્ષેત્રના બિઝનેસ હાઉસ સાથે સમજૂતી કરાર કરી રહ્યા છે.

અનેક દેશોની કંપનીઓ કરોડો રૂપિયાનું રોકાણ ગુજરાત રાજ્યમાં કરશે જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે આગામી 10 વર્ષ માટેનો રોડ મેપ લોન્ચ કરવામાં આવ્યો છે.

ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત:

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બેઝિક ગણિતવાળા વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રૂપમાં પ્રવેશ પાત્ર રહેશે.

આ પહેલા ગણિત રાખનાર વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહના બી ગ્રૂપમાં પ્રવેશ લઈ શકતા ન હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત:

સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને યાદ કરીને અભિનંદન આપ્યા હતા.

સાથે તેમણે પોલીસને ટકોર કરતા કહ્યું કે ટ્રાફિકના નિયમ તોડનાર વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી માટે તેની સાથે માનવતાથી વ્યવહાર કરવો જોઈએ.

SBI એ આપી ચેતવણી:

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના 40 કરોડ ગ્રાહકોને એલર્ટ કરી દીધા છે.

બેંક દ્વારા તેના ખાતા ધારકોને આગામી 31 માર્ચ 2022 પહેલા પાન-આધાર કાર્ડ લિંક કરવા માટે નોટિસ આપી છે.

બેન્કે કહ્યું કે ગ્રાહકો આવું નહીં કરે તો તેમની બેન્કિંગ સેવા ઠપ થઈ શકે છે.

રિચાર્જ થશે મોંઘું:

એરટેલ કંપનીએ તેના ટેરિફ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

કંપનીના જણાવ્યા અનુસાર આગામી 26 નવેમ્બરથી પ્રીપેડ પ્લાનની કિંમતમાં 25 ટકા સુધીનો વધારો કરવામાં આવશે.

એવું માનવામાં આવી રહ્યું છે વોડાફોન અને Jio જેવી કંપની પણ એરટેલની જેમ ટેરિફ વધારી શકે છે.

20 દિવસનું લોકડાઉન :

ઓસ્ટ્રિયામાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે જેને લઇને ત્યાંની સરકાર એક્શનમાં આવી ગઈ છે.

સંક્રમણને  કાબૂમાં કરવા માટે 20 દિવસનું લોકડાઉન  જાહેર કરવામાં આવ્યું છે.

આગામી 13 ડિસેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં Lockdown રહેશે.

પેટ્રોલ-ડીઝલ માં રાહત:

દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ વધી રહ્યા હતા ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલની એકસાઇઝ ડયુટીમાં ઘટાડો કર્યા બાદ ઇંધણ સસ્તુ થયું હતું.

આ પછી 18 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી જેના કારણે સામાન્ય લોકોને રાહત મળી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો હોવાથી ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલમાં હજુ થોડો ઘટાડો આવી શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.