Breaking : ખુબ જ અગત્યનાં સમાચાર | રાતો-રાત લેવાયા મોટા નિર્ણયો, Gujarati Samachar

243 પ્રાથમિક શાળા બંધ:

મિત્રો હિમાચલ પ્રદેશમાં સરકારે 243 જેટલી પ્રાથમિક શાળાઓને બંધ કરી દીધી છે.

શાળા બંધ કરવા પાછળનું મુખ્ય કારણ જીરો નોંધણી અથવા પાંચ કરતા ઓછા બાળકો સ્કૂલોમાં નોંધાયેલા હતા.

આ બંધ પડેલી શાળાઓનો ઉપયોગ પંચાયતો અને 45 આંગણવાડી કેન્દ્રને કામગીરી માટે આપવામાં આવી છે.

લોકો પર વધુ એક મોંઘવારીનો માર:

ગુજરાતમાં વ્યાજબી ભાવની દુકાનો પર રેશનકાર્ડ ધારકોને કેરોસીન સસ્તા ભાવે આપવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા હવે કેરોસીનના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જેને લઇને ગરીબ વર્ગના લોકો માટે ચૂલો સળગાવવાનું આવે મોંઘું બન્યું છે.

ગત ત્રણ મહિનામાં જ કેરોસીનના ભાવમાં 8.5 રૂપિયાનો વધારો થયો છે.

આ ઉપરાંત ગુજરાતમાં ગેસ કનેક્શન અપાતા મોટાભાગના રેશનકાર્ડ ધારકોને કેરોસીન આપવાનું જ બંધ કરી દીધું છે.

ફરી લાગ્યું લોકડાઉન:

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો આ નવો વેરિએન્ટ ઓમિક્રોન તબાહી મચાવી રહ્યો છે અને ધીરે-ધીરે આગળ વધી રહ્યો છે.

બ્રિટનમાં ઓમિક્રોનના કારણે પ્રથમ મોત થઈ ગયું છે અને ત્યાંની સરકારે આંશિક Lockdown લગાવી દીધું છે.

આ ઉપરાંત ચીનમાં પણ મિત્રોના કેસો વધતા જેજિયાંગ વિસ્તારમાં Lockdown લગાવી દેવામાં આવ્યું છે.

નવી વીમા પોલિસી:

ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલ.આઇ.સી દ્વારા એક નવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જેનું નામ છે ધન રેખા વીમા પોલિસી.

આ એક પ્રકારનો મનીબેક પ્લાન છે. આમાં પૈસા પાછા આપવા ઉપરાંત તમને અંતમાં ગેરંટી યુક્ત બોનસ પણ મળે છે.

આ પોલીસીમાં લઘુત્તમ વીમાની રકમ બે લાખ રૂપિયા રાખવામાં આવી છે અને વધુમાં વધુ રકમની કોઇ મર્યાદા નથી.