કોરોનાની ચેઈન તોડવા માટે લાગ્યું સંપૂર્ણ લોકડાઉન, સરકારે લીધો મોટો નિર્ણય

મિત્રો આપણે જાણીએ છીએ કે સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને કોરોનાની આ ચેઈનને તોડવા માટે અલગ-અલગ રાજ્યો દ્વારા વિવિધ પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે.

ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં વધતા જતા કોરોનાના કેસોને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા કોરોનાની નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

નવી ગાઇડલાઇન પ્રમાણે રાજ્ય સરકારે શનિવારે રાત્રે 11 થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

લોકડાઉન અંગે જોધપુર પોલીસ કમિશનર જોશ મોહને કહ્યું કે સંપૂર્ણ લોકડાઉન માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત શહેરના તમામ પોલીસ સ્ટેશનો પર નાકાબંધી કરવામાં આવશે અને નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે આ લોકડાઉન તેમની સુરક્ષા માટે લાવવામાં આવી રહ્યું છે.

એટલા માટે કામ વિના ઘરની બહાર નીકળવું નહીં, જો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળશો તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત લોકડાઉન દરમિયાન માત્ર શાકભાજીની દુકાન, મેડિકલ સ્ટોર્સ, દૂધ અને કરીયાણા જેવી દૈનિક જરૂરિયાતો અને સેવાઓ પૂરી કરનારાઓને છૂટ આપવામાં આવી છે.

આ તરફ ગુજરાતમાં પણ કોરોનાના દૈનિક કેસો હાલમાં ૧૦ હજારની આસપાસ પહોંચી ગયા છે ત્યારે કોરોનાના વધી રહેલા કિસ્સાને કારણે લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

ગુજરાત સરકાર પણ પોતાના વધતા કેસોને અટકાવવા માટે કડક નિયંત્રણો લાદી રહી છે જેના ભાગરૂપે ગુજરાતમાં મીની લોકડાઉન થશે તેવી અટકળો ચાલી રહી છે.

સરકાર દ્વારા 7 જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરી સુધી નિયંત્રણો લાગુ કર્યા હતા જેની સમયમર્યાદા 15 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગઈ છે.

રાજ્ય સરકાર દ્વારા સૂત્રોના જણાવ્યા પ્રમાણે 16 જાન્યુઆરીની સાંજ સુધીમાં નવી જાહેરાત કરવામાં આવશે.

આ નવી ગાઇડલાઇનમાં કોરોનાના કેસને રોકવા માટે ગુજરાતમાં મીની લોકડાઉન જેવા આકરા પ્રતિબંધ લદાશે તેવી ચર્ચા ચાલી રહી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.