Breaking : ખુબ જ અગત્યનાં સમાચાર | રાતો-રાત લેવાયા મોટા નિર્ણયો, Gujarati Samachar

નવા વાયરસનો ખતરો:

સમગ્ર વિશ્વમાં કોરોનાનો નવો વેરિઅંટ ઓમિક્રોન તબાહી મચાવી રહ્યો છે ત્યારે ભારત દેશમાં પણ ઓમિક્રોનની સંખ્યા 38 પર પહોંચી ગઈ છે.

દેશના આઠ રાજ્યોમાં આ ભયંકર વાયરસ પહોંચી ગયો છે. કેરળ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ચંદીગઢમાં નવા કેસો નોંધાયા છે.

બ્રિટનમાં આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે જેથી યુ.કે. સરકારે દેશમાં એલર્ટ લેવલ-3 થી વધારીને લેવલ-4 કરી દીધું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા અને વૈજ્ઞાનિકોની ચેતવણી સામે આવી છે કે ઝડપથી તે બ્રિટન અને યુરોપમાં ડેલ્ટાનું સ્થાન લઈ લેશે.

WHOએ અભ્યાસના આધારે જણાવ્યું કે ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટ કરતા ઝડપથી ફેલાઈ રહ્યો છે, આ ઉપરાંત તે  રસીની અસરને પણ ઓછી કરે છે.

પેટ્રોલ 25 રૂપિયા પ્રતિ લિટર:

મિત્રો આપણે જાણીએ છીએ કે દેશમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ આસમાને પહોંચ્યો છે ત્યારે વાત કરીએ સૌથી સસ્તા પેટ્રોલની તો દુનિયામાં સૌથી સસ્તું પેટ્રોલ વેનેઝુએલામાં મળે છે અને દુનિયાનું સૌથી મોંઘુ પેટ્રોલ હોંગકોંગમાં મળે છે.

હોંગકોંગમાં એક લિટર પેટ્રોલની કિંમત 195.11 રૂપિયા છે તો વેનેઝુએલામાં એક લિટર પેટ્રોલની કિંમત માત્ર 1.50 રૂપિયા છે જે માચીસની કિંમત કરતાં પણ ઓછી છે.

આ ઉપરાંત આફ્રિકાના નાઇજીરીયા દેશમાં પણ સસ્તુ પેટ્રોલ વેચાઈ રહ્યું છે અહીં એક લિટર પેટ્રોલની કિંમત 25 રૂપિયા છે.

આ ઉપરાંત દુનિયામાં એવા પણ ઘણા દેશો છે જ્યાં પેટ્રોલની પ્રતિ લીટર કિંમત અડધા ડોલરથી પણ ઓછી છે અને પાંચ દેશો એવા છે જ્યાં પેટ્રોલની કિંમત 25 રૂપિયા કરતાં પણ ઓછી છે.

શાળા ફરી બંધ:

કોરોનાના આ નવા વાયરસે ગુજરાતમાં પણ એન્ટ્રી કરી લીધી છે. ઘણા મહિના પછી બંધ પડેલી શાળાઓ હવે ફરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ફરીથી શાળાઓમાં વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા શાળા બંધ કરવાની ફરજ પડી છે.

જામનગરમાં નંદ વિદ્યાનિકેતન શાળાની વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા એક સપ્તાહ સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ક્લાસમેટ, શિક્ષકો ઉપરાંત સો વ્યક્તિઓના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે અને આરોગ્ય તંત્ર દ્વારા મેડિકલ સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે.

ફરી લાગુ થયું લોકડાઉન:

મિત્રો કોરોના ફરીથી ચીનમાં ઘૂસ્યો છે જેને કારણે ચીનની સરકાર એલર્ટ થઈ ગઈ છે.

ચીનમાં કોરોનાના 73 કેસ આવ્યા છે જેને લઇને ઝેજિયાંગ વિસ્તારમાં ફરીથી Lockdown લગાવવામાં આવ્યું છે. ઓમિક્રોનની એન્ટ્રી બાદ Lockdown લાગુ પાડનાર ચીન પહેલો દેશ બન્યો છે.

માર્ચ 2020 માં જ્યારે કોરોનાનો પહેલો કેસ આવ્યો ત્યારે ચીને દુનિયામાં સૌથી પહેલાં જ Lockdown લગાવી દીધું હતું.