Breaking : ખુબ જ અગત્યનાં સમાચાર | રાતો-રાત લેવાયા મોટા નિર્ણયો, Gujarati Samachar

નોટ બંધીની શક્યતા:

મિત્રો દેશમાં ફરી એક વખત નોટબંધી આવે તેવી શક્યતા જોવા મળી રહી છે કેમકે દેશમાં બે હજાર રૂપિયાની ચલણી નોટોની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે.

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે માત્ર 1.75 ટકા નોટો બાકી રહી છે. નાણામંત્રીએ જણાવ્યું છે કે આરબીઆઈ સાથે ચર્ચા કરીને આ અંગેનો નિર્ણય લેવામાં આવશે.

પીએમ કિસાન યોજના:

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 15 ડિસેમ્બર પછી 2000 રૂપિયા નો હપ્તો જમા કરવામાં આવશે.

જે ખેડૂત મિત્રોનો નવમો હપ્તો હજુ બાકી છે તેમને નવમો અને દસમો બંને હપ્તા એક સાથે મળશે એટલે કે તેવા ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા જમા થશે.

જે ખેડૂત મિત્રોએ ઈ-કેવાયસી હજુ નથી કર્યું તો ફટાફટ કરાવી લેજો નહિતર તમને હપ્તો નહીં મળે.

ટ્રાફિક નિયમ:

મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત જો કોઈ વ્યક્તિ દારૂ પીઈને વાહન ચલાવતા પકડાઈ જશે તો તેની પાસેથી પ્રથમ વખત 10000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે આ ઉપરાંત 6 મહિનાની જેલ પણ થશે.

જો બીજી વખત પણ આવું કરતા પકડાશો તો 15000 રૂપિયાનો દંડ અને 2 વર્ષની જેલ થશે. તેથી કોઈપણ વ્યક્તિએ દારૂ પીઈને વાહન ચલાવવું નહીં.

સિમેન્ટમાં ભાવ વધારો:

સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓએ કાચા માલના ભાવમાં અને મજૂરીમાં થયેલા વધારાને કારણે સિમેન્ટનો ભાવ વધાર્યો છે.

સિમેન્ટ કંપનીઓ દ્વારા 20 કિલોની એક બેગની કિંમતમાં પાંચ રૂપિયાનો વધારો કરી દીધો છે જેથી સિમેન્ટની 20 કિલોની છૂટક એક બેગનો ભાવ 390 રૂપિયા થયો છે.

લોનમાં મળશે ડિસ્કાઉન્ટ:

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તેના ગ્રાહકોને પર્સનલ લોન લેવા પર વિશેષ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપે છે.

SBI તેના ગ્રાહકોને ઝીરો પ્રોસેસિંગ ફી ઉપર લોન આપશે. લોન ઉપર ઝીરો પ્રોસેસિંગ ફી તો જ લાગુ પડશે જો તમે લોન 31મી જાન્યુઆરી 2022 પહેલા લો છો.

આ તારીખ પહેલા જો તમે પર્સનલ લોન લેશો તો કોઈ પ્રકારની પ્રોસેસિંગ ફી લગાવવામાં નહીં આવે.

મફત વીજળી:

મિત્રો આપણે જાણીએ છીએ કે દિવસેને દિવસે યુનિટના ભાવમાં વધારો થતાં વીજળી બિલમાં વધારો આવતો જાય છે.

જેથી લોકો હવે સોલાર રૂફ ટોપ લગાવીને મફત વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે.

તમે ઘરની છત પર સોલાર રૂફટોપ લગાવીને તમારા ઘર વપરાશ પૂરતી વીજળી ઉત્પન્ન કરી શકો છો અને વીજળી યુનિટ વધે તો તેને સરકારને વહેંચી શકો છો.

કેન્દ્ર સરકાર દ્વારા 3 KW સુધીના સોલાર રૂફટોપ માટે 40 ટકા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે. એકવાર સોલાર રૂફટોપ લગાવ્યા બાદ 25 વર્ષ સુધી તમને મફત વીજળી મળશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.