લોકડાઉન 3.0 : અત્યારના તાજા સમાચાર | શાળા-કોલેજ શિક્ષણ વિભાગ | ગુજરાત સમાચાર, Gujarat Samachar | Lockdown

કોરોનાનું સંક્રમણ મહારાષ્ટ્રમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે ત્યારે ત્યાંની સરકારે એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

નવી ગાઇડલાઇન પ્રમાણે 9 જાન્યુઆરીથી રાતના 12 વાગ્યાથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

રાતના 11 થી સવારના 5 વાગ્યા સુધી રાજ્યમાં સંપૂર્ણ રાત્રી કર્ફ્યુ લાગુ રહેશે.

આ ઉપરાંત સવારના પાંચ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે એટલે કે હવે જાહેર સ્થળોએ પાંચ કરતાં વધારે લોકો એકઠા થઇ શકશે નહીં.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે આ પ્રકારનો નિર્ણય લીધો છે.

આ ઉપરાંત નવી ગાઇડલાઇન પ્રમાણે 15 ફેબ્રુઆરી સુધી સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે અને કોઈ કારણ વગર ઘરની બહાર પણ નીકળી શકશે નહીં.

આ ઉપરાંત સ્વિમિંગ પૂલ, જીમ, સ્પા વગેરે જેવા સ્થળો જ્યાં સુધી આદેશ ન મળે ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

સરકાર દ્વારા આ નિયમોને ખૂબ જ કડક રીતે અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જો કોઈ કોરોનાના નિયમોનો ભંગ કરશે તો પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે અને તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ ઉપરાંત દરેક રાજ્યોની સરકાર દ્વારા પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અલગ-અલગ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે.

ત્યારે તમિલનાડુમાં પણ વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને ચેન્નઈમાં સંપૂર્ણ Lockdown કરી દેવામાં આવ્યું છે.

આ ઉપરાંત બીજી તરફ અન્ય રાજયોની સરકાર દ્વારા પણ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે અને રાત્રિ કર્ફ્યુંનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત તમિલનાડુ, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશ વગેરે રાજ્યોમાં કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.