ગુજરાતના જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન, રાવણ લંકેશનું મોત

મિત્રો રામાયણ સીરીયલ માં રાવણનું પાત્ર ભજવીને ઘરે-ઘરે લોકપ્રિય બનેલા ગુજરાતી કલાકાર અરવિંદ ત્રિવેદીનું 5 ઓક્ટોબરની મોડી રાત્રે મુંબઈમાં નિધન થયું હતું.

મિત્રો અરવિંદ ત્રિવેદી ગુજરાતી ચલચિત્ર જગતના ભીષ્મ પિતા તરીકે જાણીતા હતા તેઓએ નાટકો અને ફિલ્મો તેમજ ટીવી સિરીયલોમાં કામ કર્યું છે.

મિત્રો અરવિંદ ત્રિવેદી રામાયણ સીરીયલમાં રાવણનું પાત્ર ભજવીને અમર થઈ ચૂક્યા છે જ્યારે પણ રાવણ નું નામ સંભળાય છે ત્યારે હંમેશા અરવિંદ ત્રિવેદી નો ચહેરો સામે આવી જાય છે આ જ તેની લોકપ્રિયતા.

મિત્રો અરવિંદ ત્રિવેદીના મોત ની ખબર તેમના સગા સંબંધીઓ દ્વારા સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવી હતી સાથે તેમણે આ સમાચાર આપવાની સાથે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.

મિત્રો અરવિંદ ત્રિવેદીએ આશરે ૩૦૦ થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો પરંતુ તેમની નોંધપાત્ર ફિલ્મો અને અભિનય સફર આ પ્રમાણે હતી જેમાંથી તેમને ખૂબ લોકપ્રિયતા મળી હતી

દેશ રે જોયા દાદા પરદેશ જોયા, રામાયણ, ઢોલી, મણિયારો, સંતુ રંગીલી, હોથલ પદ્મિની, કુવરબાઈનુ મામેરુ, આજકી તાજાખબર, જંગલ મે મંગલ, જેસલ તોરલ પરાયા ધન વગેરે જેવી સુપરહિટ ફિલ્મો અને સિરિયલોમાં તેમણે અભિનય આપ્યો છે.

તો મિત્રો આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ભગવાન અરવિંદ ત્રિવેદી ની દિવ્ય આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.