ગુજરાતમાં કોરોનાનો કહેર વધતા લાગશે મીની લોકડાઉન? આજે જાહેર થશે નવી ગાઈડલાઈન

મિત્રો ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે હાલમાં ગુજરાતમાં દૈનિક કેસો 10000 ને પાર પહોંચી ગયા છે.

કોરોનાના કેસો વધતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં ફરી મીની લોકડાઉન લાગુ થશે તેવી અટકળો ચાલી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુરુવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી જેમાં કડક નિયંત્રણો બનાવવાનું કહ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા 7 જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરી સુધી નાઈટ કર્ફ્યું કરવાની મુદત વધારો કર્યો હતો અને નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી જેની સમયમર્યાદા આજે પૂર્ણ થવા જઈ રહી છે.

ત્યારે આજ નવા નિયમો ફરીથી જાહેર થશે અને આ નવા નિયંત્રણની અંદર કોરોનાના વધતા જતા સંક્રમણને રોકવા માટે ગુજરાતમાં લોકડાઉન લદાય એવી ચર્ચાઓ ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં રાત્રી કર્ફ્યુનો સમય હાલ રાતના 10 વાગ્યેને બદલે 9 વાગ્યાથી અમલી બને તેવી શક્યતા છે.

આ ઉપરાંત નાઈટ કર્ફ્યુ સવારના 6 વાગ્યા સુધી અમલમાં આવે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.

આપણે જાણીએ છીએ કે બીજી લહેર વખતે રોજના 2000 કેસ આવવા લાગતા જ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ચાર મહાનગરોની અંદર રાત્રી કર્ફ્યુ રાતના 9 થી સવારના 6 સુધી લાગુ કરી દેવામાં આવ્યો હતો.

પરંતુ હવે હાલના સમયમાં ત્રીજી લહેરમાં રાત્રી કર્ફ્યુ રાત્રે 9 થી લઈને સવારના 6 સુધી થવાની શક્યતા જોવા મળી રહી છે.

હાલમાં આઠ મહાનગરો ઉપરાંત બે અન્ય શહેરો નડિયાદ અને આણંદ કુલ મળીને 10 શહેરોમાં રાત્રી કર્ફ્યું અમલી છે.

નવી ગાઇડલાઇન્સમાં બીજા 10 શહેરોનો પણ  સમાવેશ થશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

હાલમાં જે શહેરોમાં સંક્રમણ વધી રહ્યું છે તેવા શહેરોનો રાત્રી કર્ફ્યુના શહેરમાં ઉમેરો થઇ શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.