બપોરે ઘરની બહાર નિકળતા પહેલા સાવધાન!! ગુજરાતના આ જિલ્લાઓમાં હીટ વેવની આગાહી

મિત્રો ગુજરાત રાજ્યમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

દિવસેને દિવસે ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં હજુ પણ ગરમી વધશે તેવી આગાહી કરવામાં આવી છે.

મિત્રો એપ્રિલ મહિનામાં જ સરેરાશ તાપમાન 40 ડિગ્રીએ પહોંચી ગયું છે.

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને જુનાગઢ સહિતના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી લોકોએ ગરમીથી બચવા માટે હવે ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે એટલા માટે હવામાન વિભાગ દ્વારા લોકોને ગરમીમાં કામ વગર ઘર બહાર ન નીકળવા માટે સલાહ આપી છે.

હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સલાહ આપવામાં આવી છે કે આકરા તાપમાં કામ વિના ઘરની બહાર જવાનું ટાળો.

હજુ પણ અમદાવાદમાં ગરમીનો પારો આસમાને પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હાલમાં પણ અમદાવાદમાં 42 ડિગ્રી ગરમી નોંધાઇ રહી છે અને આગામી સમયમાં હજુ પણ તેમાં વધારો થઇ શકે છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેની અસર રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથમાં પણ જોવા મળશે.

તાપમાનનો પારો 40 થી લઈને 42 ડીગ્રી સુધી પહોચે એવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.

અમદાવાદમાં સખત ગરમી સાથે જ રોગચાળાના કેસમાં પણ વધારો થયો છે, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પ્રદુષિત પાણીને કારણે કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઊલટીના કેસો વધી રહ્યા છે.

બીજી તરફ હવામાન વિભાગની હિટવેવની આગાહીને કારણે, વધુ પડતી ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી શકે છે જેમાં અમદાવાદમાં પેટમાં દુખાવો, ઝાડા, ઉલટી કે છાતીમાં દુખાવો અને ચક્કર આવીને બેભાન થઈ જવા જેવા સંખ્યાબંધ કેસો વધી રહ્યા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.