ગુજરાતીઓ છત્રી અને રેઇનકોટ લઈને થઈ જાવ તૈયાર !! આ તારીખે રાજ્યમાં થશે મેઘરાજાની એન્ટ્રી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
ગુજરાત રાજ્યમાં લોકોને ગરમીથી રાહત મળશે પરંતુ કર્ણાટક યથાવત રહેશે.
આ ઉપરાંત દરિયાઇ વિસ્તારોમાં 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનીની શક્યતા છે જેને લઇને માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યમાં ચોમાસાને લઈને પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાત રાજ્યમાં તારીખ 15 થી 20 જૂન વચ્ચે ચોમાસું બેસી જશે.
હવામાન વિભાગ દ્વારા પણ ચોમાસાને લઈને જાહેરાત કરવામાં આવી છે કે મહારાષ્ટ્રમાં તારીખ 8 થી 10 જૂન વચ્ચે ચોમાસું બેસી જશે જ્યારે 15 થી 20 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસુ બેસી જશે.
Pre-monsoon એક્ટિવિટીના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
મિત્રો ભારત દેશની વાત કરીએ તો દેશમાં ચોમાસું બેસી ગયું છે અને કેરળમાં દરિયાકાંઠે દસ્તક દઈ દીધી છે.
સામાન્ય રીતે એક જૂનથી કેરળમાં ચોમાસું બેસતું હોય છે પરંતુ આ વર્ષે ત્રણ દિવસ પહેલા એટલેકે 29 મેના રોજ જ ચોમાસાએ દસ્તક દઈ દીધી છે.
આગામી દિવસોમાં ચોમાસુ કેરળના બાકીના વિસ્તારોની સાથે સાથે કર્ણાટક અને મહારાષ્ટ્ર માં પણ સક્રીય થઈ જશે.
આ ઉપરાંત ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે તારીખ 10 જુન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે.
ગુજરાતમાં 15 જૂનથી નિયમિત ચોમાસું શરૂ થવાની સંભાવના છે અને 3 જુલાઈના રોજ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.
હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.