ગુજરાત માથે ત્રણ દિવસ ભારે : હવામાન વિભાગે કરી મોટી આગાહી, લખી લેજો આ તારીખ

મિત્રો હાલમાં સમગ્ર ગુજરાત ઠંડીના માહોલમાં ઠુંઠવાઇ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

તારીખ 20 થી 22 જાન્યુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાનો છે.

આ આગાહીના કારણે જગતનો તાત ફરીથી મુશ્કેલીમાં મુકાઇ ગયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થશે.

આ ઉપરાંત ખેડૂતોને પણ સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં 20, 21, 22 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ થવાનો છે.

20 જાન્યુઆરીમાં કમોસમી વરસાદ થશે જ્યારે 21 જાન્યુઆરીએ અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, જુનાગઢ, જામનગર, મોરબીમાં માવઠું થશે.

જ્યારે 22 મી જાન્યુઆરીએ દાહોદ, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરામાં કમોસમી વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને દ્વારકાને લઈને પણ મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઓખા, સલાયા બંદરો પર ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ ઉપરાંત દરિયાઈ પટ્ટીમાં 40 થી લઇને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે અને કાંઠા વિસ્તાર છોડીને અન્ય સ્થળે ચાલ્યા જવાની સૂચના આપવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.