Breaking : ખુબ જ અગત્યનાં સમાચાર | રાતો-રાત લેવાયા મોટા નિર્ણયો, Gujarati Samachar

શિક્ષણકાર્ય બંધ નહીં થાય:

ગુજરાતમાં કોરોનાના કેસો ધીરે ધીરે વધી રહ્યા છે જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે.

રાજ્યમાં કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે બાળકોમાં સંક્રમણ આવી જાય એટલા માટે શિક્ષણ વિભાગ અને વાલીઓ બંને હરકતમાં આવ્યા છે.

શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં શાળાઓ, શિક્ષકો અને બાળકોને નિર્દેશ કર્યા છે અને તકેદારી રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં શાળાઓ બંધ કરવા પણ નનૈયો ભણ્યો છે અને જીતુભાઈ વાઘાણીએ આડકતરી રીતે કહ્યું કે કોરોના સામે હિંમતથી અને તકેદારીથી લડવાનું છે.

રાષ્ટ્રવ્યાપી લોકડાઉન:

ઓમિક્રોન વેરિએન્ટને કારણે અનેક દેશોમાં હડકંપ મચી જવા પામ્યો છે અને આખી દુનિયાના અનેક દેશોમાં ચિંતામાં વધારો થયો છે.

બ્રિટન દેશમાં કોરોના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે જેના કારણે ફરી એકવાર નવી લહેર આવે તેવી શક્યતાઓ ઊભી રહી છે. નેધરલેન્ડમાં આખા દેશમાં તાળાબંધીની જાહેરાત કરી દેવામાં આવી છે.

નેધરલેન્ડની સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કોરોના વાયરસના નવા વેરિયન્ટનો પ્રસાર રોકવા માટે અને આગામી લહેરને આવતી જોઈને યુરોપના બધા દેશોએ કડક પગલા ભરવાની ખાસ જરૂર છે.

નેધરલેન્ડમાં શાળા-કોલેજ, દુકાનો અને રેસ્ટોરન્ટ 14મી જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ક્રિસમસ ઉપર માત્ર ચાર જ મહેમાનોને આવવા માટેની પરમિશન આપવામાં આવી છે.

એલપીજી સબસિડી:

ગેસની સબસીડીને લઈને રાહતના સમાચાર મળી રહ્યા છે.

હાલમાં એલપીજી સિલિન્ડરની કિંમત 1000 રૂપિયા સુધી પહોંચી જવાની ચર્ચા ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એલપીજી સિલિન્ડરની સબસીડીને લઈને સરકાર બે વિકલ્પો વિચારી શકે છે:

પ્રથમ : સરકારે સબસિડી વિના સિલિન્ડર સપ્લાય કરવા જોઈએ.

બીજુ : અમુક પસંદગીના ગ્રાહકોને સબસિડીનો લાભ મળવો જોઇએ.

સબસિડી આપવા અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ વલણ જાહેર કરવામાં નથી આવ્યુ.

મળતી માહિતી પ્રમાણે સબસિડી આપવા માટે 10 લાખ રૂપિયાની આવકનો નિયમ અમલમાં છે તે અમલી જ રાખવામાં આવશે.

આ ઉપરાંત ઉજવલા યોજનાના લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે બાકીના લોકોની સબસીડી બંધ થઈ શકે છે.