Breaking : અત્યારના તાજા સમાચાર | શાળા-કોલેજ શિક્ષણ વિભાગ | ગુજરાત સમાચાર, Gujarat Samachar | Lockdown

તમિલનાડુમાં લોકડાઉન:

મિત્રો ભારતમાં ફરીથી હવે લોકડાઉનનો યુગ પાછો આવી રહ્યો છે.

દેશમાં વધી રહેલા કોરોનાનાં કેસને પગલે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ લાગુ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં મોટાભાગના રાજ્યો દ્વારા માત્ર રાત્રી કર્ફ્યુ લાગુ પાડવામાં આવ્યો હતો પરંતુ હવે પહેલી વાર એક રાજ્ય દ્વારા Lockdown લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશમાં પહેલીવાર તામિલનાડુ સરકારે સંપૂર્ણ Lockdown લાગવાનો નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાત્રી કર્ફ્યું અને Lockdown લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમિલનાડુમાં રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કરતી રહેશે.  આ ઉપરાંત શુક્રવાર, શનિવાર અને રવિવારે કોઈ ધાર્મિક સ્થળોએ જઇ શકશે નહીં.

આ ઉપરાંત મોલ, દુકાનો, રેસ્ટોરન્ટ વગેરે બંધ રહેશે અને 9 જાન્યુઆરી એટલે કે રવિવારે સંપૂર્ણ Lockdown લાગુ પડશે.

અને આ સમય દરમિયાન જાહેર પરિવહન અને મેટ્રો ટ્રેન તો નહીં ચાલે. Online food delivery પણ બંધ કરવામાં આવી છે.

અને રાજ્ય સરકારના આદેશ પ્રમાણે લગ્નમાં માત્ર 100 લોકો જ ઉપસ્થિત રહી શકશે.  અંતિમવિધિમાં ફક્ત 50 લોકોની હાજરી ની મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત આગામી સમયમાં આવનાર આ તહેવારો જેવા કે પોંગલ તહેવારની અંદર જ ખાનગી કે જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

શાળા-કોલેજો બંધ:

મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચું કર્યું છે ત્યારે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે.

રાજ્યમાં ડેલ્ટા ઉપરાંત ઓમિક્રોનના કેસોમાં ખુબ જબરદસ્ત વધારો થઇ રહ્યો છે ત્યારે દિલ્હી, મુંબઈ, ઓરિસ્સા, પંજાબ અને પશ્ચિમ બંગાળની અંદર શાળા કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યની અંદર ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી કે વાલી ઈચ્છે તો ઓનલાઇન અભ્યાસ કરાવી શકે છે.

જોકે શાળાઓ બંધ કરવા અંગે હજુ સુધી કોઈ સરકારી નિર્ણય લેવામાં નથી આવ્યો પરંતુ ગુજરાતની અંદર મોટાભાગની શાળાઓની અંદર વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

એટલા માટે શાળાઓ અને સ્વયંભૂ બંધ કરી રહી છે એટલે કે શાળાઓ હવે ઓફલાઈન શિક્ષણ બંધ કરવા જઈ રહી છે માત્ર ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખશે.

મિત્રો ગુજરાતની અંદર કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકારે કેવા કેવા પગલાં ભરવા જોઇએ અને શાળાઓ બંધ કરવી જોઈએ કે નહીં? કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.