બંગાળની ખાડી ગુજરાત માટે લાવી હરખની હેલી !! જાણો ક્યારથી વરસાદ ભુક્કા બોલાવશે?

અષાઢી બીજના શુભારંભ સાથે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.

જોકે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

ગઈકાલે પણ વરસાદનું પ્રમાણ સુરતની અંદર પણ સારું હતું અને આજે પણ સવારથી માંડીને સાંજ સુધીમાં સુરતની અંદર વરસાદનું પ્રમાણ જોવા મળ્યું હતું અને વાતાવરણની અંદર પણ પલટો જોવા મળ્યો હતો.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પ્રબળ એટલે કે અગાઉ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં બંગાળની ખાડી ખૂબ જ મજબૂત બની રહે છે જ્યારે ગુજરાત નજીક આવેલ અરબી સમુદ્ર પણ ધીમે ધીમે મજબૂત મોડમાં આવી રહ્યો છે.

આજથી બે દિવસ સુધી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

ત્યારબાદ ત્રણ અને ચાર તારીખે વરસાદ જોર થોડું ઓછું રહેશે અને ત્યારબાદ ફરી પાંચ તારીખે વરસાદનું જોર વધશે અને 10 જુલાઇ સુધીમાં ઘણા બધા જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ પડી જશે.

વેધર મોડલ મુજબ બંગાળની ખાડીમાં ચાર, પાંચ તારીખની આજુબાજુ એક UAC બનશે જેની અસર પુરા ગુજરાતની અંદર જોવા મળી શકે છે એટલે કે જુલાઈ મહિનામાં ભરપૂર વરસાદ પણ જણાઈ રહ્યો છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.