ગુજરાત રાજ્યમાં લગ્ન પ્રસંગ અને રાત્રી કરીને નવી ગાઈડલાઈન જાહેર, જુઓ સરકારની નવી જાહેરાત

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર તરફથી રાત્રી કર્ફ્યુ લઈને ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.

બે શહેરો ઉપરાંત વધુ 17 નગરોનો રાત્રી કર્ફ્યુંની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે.

સૌ પ્રથમ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રી કર્ફ્યું અમલમાં મૂકવામાં આવ્યો હતો.

ત્યારબાદ તેમાં વધુ 17 શહેરોનો સમાવેશ કરતાં કુલ 27 શહેરોમાં હાલમાં રાત્રી કર્ફ્યુનો અમલ કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોના ની ગાઈડલાઈન 4 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે તેમ ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે.

સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક વગેરે કાર્યક્રમોમાં ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ અને બંધ જગ્યામાં જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓ એકત્રિત થઇ શકે છે.

લગ્ન પ્રસંગમાં પણ ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓ અને બંધ જગ્યામાં જગ્યાની ક્ષમતાના 50 ટકા અને  મહત્તમ 150 વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે.

આ ઉપરાંત લગ્ન પ્રસંગ નિમિત્તે લગ્ન સમારોહમાં આવતા મહેમાનોએ પણ માસ્ક પહેરવું ફરજીયાત છે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે.

લગ્ન પ્રસંગ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની પણ ફરજિયાત છે.

હાલમાં ગુજરાત પોલીસ દ્વારા લગ્ન પ્રસંગોમાં સખત ચેકિંગ ચાલી રહ્યું છે જે લગ્ન પ્રસંગ આયોજક લગ્નનું રજિસ્ટ્રેશન નહી કરાવે અથવા 150 કરતાં વધારે વ્યક્તિઓ એકત્રિત થશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સરકાર દ્વારા મૂકવામાં આવેલા આ નિયંત્રણો આગામી 4 ફેબ્રુઆરીના રોજ સવારના છ વાગ્યા સુધી અમલમાં રહેશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.