વાવાઝોડાનું એલર્ટ : ગુજરાતના આ જિલ્લાઓ થઇ જાવ સાવધાન, માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે ગામડાના લોકો અને શહેરીજનો માટે ગરમીમાં રાહત મળે તેવા રાહતના સમાચાર સામે આવ્યા છે.

ગુજરાતમાં 27, 28, 29 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઇને આગામી બે દિવસ ગરમીમાં થોડી રાહત જરૂર મળશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે વહેલું ચોમાસું બેસી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.

વરસાદ 8 જૂનથી 15 જૂન સુધીમાં ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં શરૂ થઈ જશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

27મીથી રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે અને અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

આ ઉપરાંત pre-monsoon શરૂઆત થઈ જતા 27 થી 29 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે કારણ કે દરિયાઇ વિસ્તારોમાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય શકે છે.

આપને જાણીએ છીએ કે હાલમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. 10 જૂન સુધીમાં દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ચોમાસુ બેસી જશે અને ગુજરાતમાં 15મી જૂન ની આજુબાજુ પહોંચી જશે.

આદ્રા નક્ષત્ર પહેલા ગુજરાતનાં ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે એટલે કે આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવી પુરેપુરી શક્યતા જોવા મળી રહી છે અને ખેડૂતો માટે પણ શરૂઆતનો વરસાદ સારો રહેશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.