ગુજરાતમાં માવઠાનું આગોતરુ એંધાણ, આ તારીખે થઈ શકે છે કમોસમી વરસાદ

મિત્રો ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું કે વર્તમાન ઠંડીનો માહોલ ધીમો પડી જશે અને નવા વર્ષમાં માવઠાનું જોખમ સર્જાય શકે તેવી શક્યતા છે.

તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળની ખાડીનું લો પ્રેસર શ્રીલંકાની ઉત્તરે આવેલ ભારતીય દરિયાકાંઠાની આસપાસથી સરકીને દક્ષીણ પૂર્વ અરબી સમુદ્રમાં આવશે.

અને ત્યારબાદ આ સિસ્ટમ ઉત્તર તરફ ગતિ કરશે અને આવતા દિવસોમાં મધ્ય અરબી સમુદ્રમાં ગોવા, મહારાષ્ટ્રની પશ્ચિમે પહોંચવાની સંભાવના છે.

આગોતરૂ એંધાણ::

અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલી આ સિસ્ટમ મધ્ય અરબી સમુદ્ર તરફ ગતિ કરતી હોય સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તારિખ 8 થી લઈને 10 નવેમ્બરની આસપાસ માવઠાની શક્યતા છે. આ માત્ર પ્રાથમિક અનુમાન છે કોઈ સચોટ આગાહી નથી.

હાલમાં ગુજરાતના વાતાવરણમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થઈ ચૂક્યું છે.

આ સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરશે તો ગુજરાત ઉપર માવઠાની શક્યતા રહેશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.