ગુજરાતના આ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસમાં માવઠાની આગાહી, ખેડૂતો સાવધાન

શિયાળાનું આગમન થઈ ચૂકયું છે અને ઠંડીનો માહોલ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 18 નવેમ્બરથી 20 નવેમ્બર વચ્ચે માવઠું થવાનું છે.

માવઠાની આ આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે કેમકે તો માવઠુ થશે તો રવિ પાકને નુકસાન થશે.

18 નવેમ્બરના રોજ જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, દીવ, અમરેલી, દાદરા નગર હવેલી, સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ વગેરેમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.

19 નવેમ્બર દમણ, દાદરા નગર હવેલી, આણંદ, દીવ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, પંચમહાલ અને દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આ ઉપરાંત ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે અને પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહે તેવી શક્યતા જોવા મળી રહી છે.

માવઠાની આગાહીના પગલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તંત્ર દ્વારા ખેડૂતોને માર્કેટયાર્ડમાં આગામી ચાર દિવસ દરમિયાન પાકને ન લઈ જવા માટેની સૂચના આપવામાં આવી છે.

અરબીસમુદ્રમાં ઉત્પન્ન થયેલી સિસ્ટમને કારણે હાલમાં ગુજરાતનું વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે અને ઘણા વિસ્તારોમાં હળવા ઝાપટા પડી રહ્યા છે.

મિત્રો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. ધન્યવાદ જય જવાન જય કિસાન.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.