લગ્ન પ્રસંગમાં માત્ર 100 વ્યક્તિને જ પરવાનગી, બધા લોકો જરૂર જોઈ લો

મિત્રો ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે અલગ અલગ રાજ્યો દ્વારા કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે પ્રતિબંધ લાગુ કરવામાં આવી રહ્યા છે.

રાજસ્થાનમાં સરકાર દ્વારા કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે જેમાં પાંચમી વખત સુધારા વધારા કરવામાં આવ્યા છે.

નવી ગાઇડલાઇન પ્રમાણે રાજસ્થાનમાં હવે માત્ર સો વ્યક્તિ જ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહી શકશે જેમાં બેન્ડ બાજાની સંખ્યા અલગથી ગણવાની રહેશે.

સરકાર દ્વારા જાહેર કરેલી આ ગાઇડલાઇન 24 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવી છે.

રાજસ્થાનમાં પહેલા માત્ર 50 વ્યક્તિને જ મંજૂરી આપી હતી પરંતુ લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને વ્યક્તિને મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાત રાજ્ય સરકારે પણ લગ્ન પ્રસંગને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે.

ગુજરાત સરકારની ગાઈડ લાઈન પ્રમાણે લગ્ન પ્રસંગમાં ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિ અને બંધ જગ્યામાં જગ્યાની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 150 વ્યક્તિ હાજર રહી શકશે.

આ ઉપરાંત ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર લગ્નની નોંધણી કરાવવી ફરજીયાત છે.

સરકારની આ ગાઇડલાઇન આગામી 29 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે ત્યારબાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

ગુજરાત પોલીસ હાલમાં પ્રતિબંધનો કડક રીતે અમલ થાય તેના માટે કામ કરી રહી છે અને જે જગ્યા પર નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.