લગ્ન પ્રસંગ વિશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોલ્યા : સરકારની નવી ગાઈડલાઈન જાહેર

મિત્રો રાજ્યમાં વધી રહેલા કોરોના કેસના કારણે સરકાર લગ્ન પ્રસંગને લઇને પ્રતિબંધ લગાવી રહી છે.

ગુજરાત રાજ્ય સરકારે લગ્ન પ્રસંગમાં હાલમાં 150 લોકોને જ પરવાનગી આપી છે.

150 લોકોની જ પરવાનગી હોવાના કારણે જેમના ઘરે લગ્ન છે તેવા પરિવારો મૂંઝવણમાં મુકાઇ ગયા છે.

ઘણા એવા પરિવારો છે જેણે કંકોત્રી પણ આપી દીધી છે અને હવે તેમની સામે આ પ્રશ્ન ઉભો થયો છે એ હવે કોને ના પાડવી?

આપણે જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસો વધતા 7 જાન્યુઆરીએ નવી ગાઇડલાઇન બહાર પાડી હતી.

જેમાં લગ્ન પ્રસંગમાં 400 વ્યક્તિઓને મંજૂરી મળી હતી પરંતુ માત્ર ચાર દિવસના ગાળાની અંદર જ તેમાં ફેરફાર કરવામાં આવ્યો અને રાજ્ય સરકારે લગ્ન પ્રસંગમાં માત્ર 150 વ્યક્તિઓને બોલાવવાની પરવાનગી આપી છે.

આ સરકારના નિર્ણયને કારણે અનેક પરિવારો મૂંઝવણમાં મુકાઇ ગયા છે કે હવે શું કરવું? લગ્નમાં કોને કોને બોલાવવા?

સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ અને બંધ સ્થળોની ક્ષમતાના 50% (મહત્વ 150 લોકોની મર્યાદામાં) વ્યક્તિઓ ભેગા થઈ શકશે.

આ ઉપરાંત લગ્ન પ્રસંગ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત કરવામાં આવી છે.

સરકારે આ નિયમો 12 જાન્યુઆરીથી અમલમાં મૂક્યા છે જે આગામી 22મી જાન્યુઆરી સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.

મિત્રો લગ્ન પ્રસંગને લઇને સરકાર દ્વારા જે આ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.