ગુજરાતમાં ત્રીજી લહેર, કલમ 144 લાગુ, જાણો સૌથી મહત્વના સમાચાર

ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં 400 ની આસપાસ નવા કેસ નોંધાતા સરકારની ઊંઘ ઊડી ગઈ છે.

સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે જ્યાં 182 કેસ આવતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયો છે.

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા દરેક મહાનગરપાલિકાઓ ખૂબ જ સતર્ક બની ગઇ છે અને કડક નિયંત્રણો લગાવી રહી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાના વધતા જતા કેસોને રોકવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

જેમાં હવેથી સુરતમાં ચાર લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે એટલે હવે કોઈ જગ્યાએ ચાર કરતાં વધુ વ્યક્તિ એકઠા જોવા મળશે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત સુરતમાં આગામી 11 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ રહેશે તેવું જાહેરનામું સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

સુરતમાં સભા-સરઘસ વગેરે કાઢવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને કડક આદેશ અને અમલવારીના પણ ઓર્ડર આપી દેવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા 8 મહાનગર પાલિકાઓમાં રાત્રિ કરફ્યુ અને નિયંત્રણો અમલમાં મૂકવામાં આવ્યા છે.

31 ડીસેમ્બર 2021 સુધી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જુનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર શહેરમાં રાત્રીના અગિયાર વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં મૂકવામાં આવ્યો છે.

આ આઠ મહાનગરપાલિકાની અંદર તમામ દુકાન, રેસ્ટોરન્ટ, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ, ગુજરી, બ્યુટી પાર્લર વગેરે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે અગાઉ આ સમયે રાત્રીના 12 વાગ્યા સુધીનો હતો.

મિત્રો કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકારે કેવા પગલા લેવા જોઈએ. કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આ માહિતીને બધા લોકો સુધી શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.