ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય : કુદરતી આફત સમયે મળશે ૫૦ હજારની સહાય?

મિત્રો ગુજરાતમાં નવી સરકાર બન્યા પછી ભૂપેન્દ્ર પટેલે આજે પહેલી કેબિનેટની બેઠક યોજી હતી જેમાં તેણે ખેડૂતોને માટે સૌથી મહત્ત્વનો નિર્ણય લીધો છે જેનો ફાયદો સીધો જ ખેડૂતોને મળવાનો છે.

કોઈ પણ કુદરતી આફત પછી લોકોને ચૂકવવામાં આવતી સહાય છે એની અંદર વધારો કરવામાં આવ્યો છે.

કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ જો ઘરવખરીને નુકસાન થયું હોય તો વળતર પેટે પહેલા ૩૮૦૦ રૂપિયા મળતા હતા જે હવે વધારીને ૭૦૦૦ કરવામાં આવ્યા છે. આ સાથે ઝુંપડા અને કાચા મકાનમાં રહેતા લોકોને પહેલા ૪૧૦૦ રૂપિયા સહાય મળતી હતી જેને વધારીને ૧૦ હજાર રૂપિયા કરવામાં આવી છે.

જો ઘેટા બકરાના મૃત્યુ થયા હોય તો ત્રણ હજાર રૂપિયા સહાય મળતી હતી જે વધારીને પાંચ હજાર રૂપિયા કરવામાં આવી છે. અતિવૃષ્ટિથી જો કોઈ દુધાળા પશુ મૃત્યુ થાય તો પચાસ હજાર રૂપિયા સહાય ચૂકવવામાં આવશે.

મહત્તમ ૫ પશુદીઠ સહાય આપવામાં આવશે અને આ સુધારો આવ્યો છે તેનો લાભ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાના લોકોને મળશે તેવી જાહેરાત પણ આજે કેબિનેટની બેઠકમાં કરવામાં આવી છે.

નોંધ – આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.