ગુજરાતના લાખો રેશનકાર્ડ ધારકોને ગુજરાત સરકારની દિવાળી ભેટ, જાણો શું આપી ભેટ?

મિત્રો ટૂંક સમયમાં જ નવરાત્રીનું સમાપન થઈ રહ્યું છે અને ધીરે ધીરે દિવાળી તરફ આપણે આગળ વધીએ છીએ ત્યારે પેટ્રોલ, ડીઝલ, ગેસ, સીંગતેલ, કપાસિયા તેલના ભાવ આસમાને આંબી ગયા છે જેથી ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે.

દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ મોંઘવારીનો માર વધુ ના પડે એટલા માટે ગુજરાત સરકારે 35 લાખ રેશનકાર્ડ ધારકોની જગ્યાએ 71 લાખ રેશનકાર્ડ ધારકોને 93 રૂપિયે કિલોના ભાવે કપાસિયા તેલ આપવાનું નક્કી કર્યું છે.

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના આદેશ અનુસાર બીપીએલ,  અંત્યોદય  અને NFSA હેઠળ અગ્રતાક્રમ ધરાવતા પરિવારોને દિવાળીના દિવસોમાં એક લીટર કપાસિયા તેલના પાઉચ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે.

કપાસિયા તેલ 162. 72 રૂપિયે કિલો રાજ્ય સરકારને પડે છે જેમાં  સરકાર એક લીટર દીઠ 70 રૂપિયા સબસિડી આપશે જેથી તેનો વિતરણ ભાવ 93 રૂપિયા રહેશે. સરકારનો અંદાજે 71 લાખ પાઉચ ખરીદવાનો નિર્ણય છે જેમાં ટોટલ 49.70 કરોડ રૂપિયાનો સબસીડી ખર્ચ થશે.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ગરીબ પરિવારોને નવેમ્બર મહિનાથી કપાસિયા તેલનો જથ્થો વિતરીત કરવામાં આવશે અને તેમજ વ્યાજબી ભાવની દુકાનો પાસે અને ગોડાઉનમાં જથ્થો બચ્યો છે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી વહેલા તે પહેલાના ધોરણે લાભાર્થીને કપાસિયા તેલ આપી દેવામાં આવશે.

આ સમગ્ર મહિના દરમિયાન રિફાઈન્ડ કપાસિયા તેલના સમયસર વિતરણની જવાબદારી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની રહેશે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.