ગુજરાતના ખેડૂતોને મળશે રૂપિયા 15000 નો મોબાઈલ ફોન, જાણો સંપૂર્ણ વિગત

ગુજરાતના ખેડૂતમિત્રો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે કે સરકારની ખાસ યોજના “નો યોર ફાર્મર” અંતર્ગત ખેડૂતોને વગર વ્યાજનો 15000 સુધીનો ફોન આપવામાં આવશે.

ગુજરાતના ખેડૂતોને સરકાર તરફથી ધિરાણ આપવામાં આવશે જેમાં ખેડૂતો પંદર હજાર સુધીના ફોનની ખરીદી કરી શકશે. આ અંગે સત્તાવાર જાહેરાત ટૂંક સમયની અંદર આવી શકે છે.

ગુજરાત સરકાર રાજ્યના એક લાખ ખેડૂતો પાસે વ્યાજ મુક્ત લોન દ્વારા સ્માર્ટફોન ખરીદાવશે.

“નો યોર ફાર્મર” યોજના અંતર્ગત ખેડૂત પોતાની પસંદગીનો 15000 ની કિંમત ફોન ખરીદી શકશે. આ માટે આઈ પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવશે.

એક લાખ કરતા વધારે અરજી આવશે તો તેનો ડ્રો થશે અને પસંદગી થશે તે ખેડૂતને મોબાઈલ આપવામાં આવશે.

મોબાઈલ માટેનું ધિરાણ કો-ઓપરેટીવ બેંક કરશે જ્યારે તેના પરનું વ્યાજ સરકાર ભોગવશે.

આ ફોનના હપ્તા ખેડૂતોએ ચૂકવવાના રહેશે અને 1500 રૂપિયા જેટલું વ્યાજ સરકાર ભોગવશે. મોબાઇલ ખરીદી કર્યા પછી તેનું બીલ ગ્રામ પંચાયતમાં VLC સમક્ષ રજુ કરવાનું રહેશે.

આ મોબાઇલ નંબરના આધારે દરેક ખેડૂતનું એકાઉન્ટ બનાવવામાં આવશે અને આ એકાઉન્ટમાં ખેડૂતની તમામ વિગતો મેન્ટેન કરવામાં આવશે જ્યારે કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો તાત્કાલિક કૃષિ વિભાગ દ્વારા માહિતી સ્માર્ટફોન દ્વારા મેળવી લેવામાં આવશે.

ખેડૂતોએ કયો પાક આવ્યો છે? કયા ખેડૂતને કેટલી સબસીડી મળવાની છે? કેટલા ખેડૂતને સબસીડી બાકી છે, પાક લક્ષી કોઈપણ માહિતી, હવામાનને લગતી માહિતી બધી માહિતી તાત્કાલિક ખેડૂતોને મળી રહે તે માટે સ્માર્ટફોન આપવામાં આવશે.

આવી રીતે ખેડૂતો માટે સરકાર દ્વારા ફોન આપવાની યોજના ટૂંક સમયમાં શરૂ થવાની છે. તમને સરકારી યોજના કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવશો. જય જવાન જય કિસાન.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.